પાટણ તા. ૨૦
તપ, ત્યાગ, સમર્પણ, સેવા, શ્રદ્ધા અને ભક્તિ ની ધર્મ ધુરા એટલે સૌરાષ્ટ્ર.. સૌરાષ્ટ્રની આભૂમિ ઉપર આવેલા રંગીલા રાજકોટ જિલ્લાના રાજકોટ-ભાવ
નગર હાઈવે રોડ પરના જસદણ તાલુકાના વીર નગર ગામની ઓળખ પણ બ્રહ્મલીન શ્રી.ડો.
સ્વામી યાજ્ઞવલ્ક્યાનંદજી ( પૂ. બાપુજી) ની દરિદ્ર
નારાયણોની નિસ્વાર્થ સેવા પ્રવૃત્તિઓ થકી આગવી રહી છે.
વીરનગર ગામે કાર્યરત શ્રી શિવાનંદ મિશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીશિવાનંદ આંખની હોસ્પિટલ માં નિત્ય અસંખ્ય આંખના મોતિયાના નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આ શ્રી શિવાનંદ આંખની હોસ્પિટલમાં ફરજ બજાવતા હોસ્પિટલના ચીફ સર્જન ડો.વર્મા અને તેમની ટીમ દ્વારા માનવીઓના આંખના મોતિયાના ઓપરેશનની સાથે સાથે અબોલ જીવ ની આંખના મોતિયા નું ઓપરેશન કરી માનવ સેવાની સાથે સાથે જીવ દયાની સેવાને પણ ઉજાગર કરી છે.
સોમવારના રોજ શ્રી શિવાનંદ આંખની હોસ્પિટલ ખાતે ડોક્ટર વર્મા અને તેમની સમગ્ર ટીમ દ્વારા સાઈબેરિયન ડોગ ” ડોરા ” ની આંખના મોતિયા નું ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.
નિ:સ્વાર્થ સેવા એ જ પ્રભુ પૂજાના ભાવ સાથે ડોકટરવર્મા અને તેમની ટીમ દ્વારા સાઈબેરિયન ડોગ “ડોરા” ની આંખના મોતિયા નું સફળ ઓપરેશન થતાં શ્રી શિવાનંદ આંખની હોસ્પિટલ પરિવારની માનવ સેવા સાથે અબોલ જીવ ની સેવાને સૌએ સરાહનીય લેખાવી ડોક્ટર વર્મા સહિત તેમની સમગ્ર ટીમને બિરદાવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી