દાતાઓના દાનની સરાહના માટે ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો..
ૐ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિનો ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ ચિતાર રજૂ કર્યો..
પાટણ તા. ૧૨
પાટણ શહેરના ફાટીપાળ દરવાજા નજીક નિર્માણ પામેલા અનંત વિભૂષિત દ્વારકા પીઠાધિશ્વર જગત ગુરુ સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી પ્રેરિત અને ૐ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવદયા ભવન ની અબોલ જીવો માટે ની વર્ષોથી કરાતી નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિથી અભિભૂત બનેલા અમેરીકા સ્થિત દાતાઓ તરફથી પવિત્ર શ્રાવણ માસમાં રોટલી બનાવવા માટે નું રોટીમેકર મશીન ભેટ અર્પણ કરવામાં આવતા જીવદયા ભવનના સેવા ભાવી સંચાલક અને જગન્નાથ મંદિર પાટણના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત તેમની સેવા ભાવિ ટીમ દ્વારા દાતા પરિવારનો સન્માન કાર્યક્રમ જીવદયા ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
પાટણ ખાતે જીવદયા ભવન ખાતે આયોજિત દાતાઓને સન્માનીત કરવાના આ કાર્યક્રમમાં ૐ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ ને રોટી મેકર મશીન માટે દાન આપનાર રૂા.૧,૨૫,૧૧૧ સ્વ.વર્ષાબેન ઈન્દુલાલ શાહ (મઢીવાળા)હ.રૂપેશભાઈ શાહ અને બીજલબેન શાહ (અમેરિકા), રૂ. ૧, ૦૧, ૧૧૧ પ્રહલાદ ભાઈ ગાંડાભાઈ ચૌધરી, વેડા-આનંદપુરા (અમેરિકા) રૂા.૫૫,૫૫૫ સ્વ.કમળાબેન બંસીદાસ સાધુ પીરોજપુરાવાળા હ. ડૉ. બળદેવભાઈ બંસી દાસ સાધુ અને ચંદ્રિકાબેન બળદેવભાઈ સાધુ ધુમાસણવાળા (અમેરિકા), રૂા.૨૧,૧૧૧ સ્વ. શકરીબા ગોરધનદાસ પટેલ પરિવાર ઘુમાસણ વાળા (અમેરિકા) તરફથી અપૅણ કરવામાં આવ્યું છે તો આ દાન ભેટ માટે દાતાઓને નરસિંહભાઈ આત્મારામદાસ સાધુ અને મધુબેન નરસિંહભાઈ સાધુ, ધધાણાવાળા, હાલ-પાટણનું સૌજન્ય સાપડયુ હોઈ તમામ દાતાઓનું શાલ, બુકે અને મોમેન્ટ થી સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી.
આ પ્રસંગે જીવદયા ની પ્રવૃત્તિ માટે જીવદયા ભવન ના નિમૉણ માટે ભૂમિદાન આપનાર દાતા લાલા ભાઈ પટેલ પરિવાર સહિત ભવનના નિમૉણ મા સહીયોગી બનેલ દાતાઓ શ્રીમતી પન્નાબેન પિયુષભાઇ સોમપુરા, બેબાભાઈ શેઠ, હેમંતભાઈ તન્ના, યતીનભાઈ ગાંધી સહિતના દાતાઓને પણ યાદ કરી તેઓની દાતારી ની પણ સરાહના કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણના સારસ્વત ડૉ.સોમપુરા નું પણ ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણ માં કાયૅરત ૐ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાતી સેવા પ્રવૃત્તિ વિશે માહિતી આપતા પિયુષ ભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ દ્વારા રોજ સવારે કૂતરા માટે ૧૦૦૦ કરતા વધુ રોટલી બનાવવામાં આવે છે નિત્ય રોટલી બનાવવા માટે ૭૦ વષૅના લધીબેન રામજીભાઈ પરમાર એક પણ દિવસની રજા પાડયાં વગર અબોલ જીવો માટે રોટલીઓ તૈયાર કરે છે તેઓની આ નિત્ય પ્રવૃતિમાં વનિતાબેન પરમાર નામની યુવતી પણ મદદરૂપ બની જીવદયા ની પ્રવૃત્તિ મા સહયોગી બની આ સેવાકિય પ્રવૃતિને અવિરત પણે ચલાવી રહ્યા છે. તો ટ્રસ્ટના ટ્રસ્ટી દીપકભાઈ મોદી અને હરગોવિંદભાઈ પટેલ નિત્ય તેઓને રોટલીઓ બનાવડાવવામાં મદદ રૂપ બની રહ્યા આવે છે.
તૈયાર કરવામાં આવેલ આ રોટલી નિયમિત પણે જીવદયા ભવનના સેવા ભાવી કાર્યકરો રાજુભાઈ સથવારા, યશોધર ઓઝા, તક્ષિલ પ્રજાપતિ, દિપક પ્રજાપતિ, પ્રવિણ પટેલ અને પાંચાભાઈ, વિજય ભાઈ સાલવી સહિતના સેવાભાવી નાગરિકો મારફતે નિયમિત શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ સીમ વિસ્તારોમાં ફરી ફરીને કુતરાઓ મા વિતરણ કરવામાં આવે છે, આ ઉપરાંત પક્ષીઓ માટે દર અઠવાડિયે શહેરની જુદી જુદી નિર્જન જગ્યાએ ચણ નાખવાની સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે આમ અનેક વિધ જીવ દયા માટેના કાર્યક્રમો આ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતા હોવાનું પિયુષ ભાઈ આચાર્યએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી