fbpx

રાધનપુર ના વોડૅ નં. ૭ મા ખુલ્લી ગટરમાં માસુમ બાળકી ખાબકતા અફરા-તફરી મચી..

Date:

પાટણ તા. ૨૫
રાધનપુર નગરપાલિકાની અણઆવડત ના કારણે શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
રાધનપુર શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય તેમજ તૂટેલા રોડ રસ્તા ના કારણે રાધનપુરના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ત્યારે ચોમાસાના સમયે શહેરના વિવિધ વિસ્તારોની ખુલ્લી ગટરો ના કારણે પણ અવાર નવાર નાના -મોટા અકસ્માત સર્જવાની સંભાવનાઓ વચ્ચે ગુરૂવારના રોજ રાધનપુર વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં એક માસુમ બાળકી ખાબકતા અફરા-તફરી મચી જવા પામી હતી.

જોકે ખુલ્લી ગટરમાં પડેલી માસુમ બાળકીને આવતા જતા રાહદારીઓએ તાત્કાલિક બહાર કાઢી તેનો જીવ બચાવતા પરિવારજનો સહિત શહેરીજનોએ માસુમનો જીવ બચાવનાર રાહદારી ઓનો આભાર વ્યક્ત કરી પાલિકાના સત્તાધીશો તેમ જ આ વિસ્તારમાં રહેતા સ્થાનિક ધારાસભ્ય સહિત રાજકીય, સામાજિક આગેવાનો સહિત પાલિકા સતાધીશો ઉપર રોષની વર્ષા વરસાવી હતી અને તાત્કાલિક ધોરણે રાધનપુર શહેરની ખુલ્લી ગટરો સુરક્ષિત બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.

જો આ ખુલ્લી ગટરો મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં નહિ આવે તો વિસ્તારના લોકોએ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાંતલપુર ના રાણીસરમા મહિલાના પિતરાઈ ભાઈએ જ આડા સંબંધનો વહેમ રાખી મહિલાના પેટમાં છરીના ઘા માર્યા…

ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજતા ખુનનો ગુનો નોધાયો.. પાટણ...

પાટણ નગરપાલિકા દ્રારા પવિત્ર રમઝાન માસમાં શહેરી સમયે પાણી આપવા રજુઆત..

પાટણ નગરપાલિકા દ્રારા પવિત્ર રમઝાન માસમાં શહેરી સમયે પાણી આપવા રજુઆત.. ~ #369News