પાટણ તા. ૧૪
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ દ્રારા એન એસ એસ યુનિટ, એન સી સી યુનિટ, સ્કાઉટ ગાઈડ યુનિટ, રમત ગમત યુનિટ દ્રારા શાળામાં 15 મી ઓગસ્ટ પૂર્વ લોકો માં આઝાદી ના ઇતિહાસ ને ઉજાગર કરવા તિરંગા યાત્રા સહિત ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું
જેમાં દરેક ઘર,ઓફિસ, ગાડી પર ગર્વ ભેર લોકો રાષ્ટ્ર ધ્વજ લહેરાવે તે માટે લોક જાગૃતિ લાવવામાં આવી હતી. આ સાથે પર્યાવરણ જાળવણી માટે એક વૃક્ષ મા કે નામ અંતગૅત વૃક્ષા રોપણ અને ભારત માતા મંદિર પરિસર ખાતે આરતી કરી શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારત ની આઝાદીના 75 માં વર્ષ ની ઉજવણી ના ઉપલક્ષ્યમાં આયોજિત તિરંગા યાત્રા સહિતના ત્રિવિધ કાર્યક્રમ માં શાળાના આચાર્ય ડૉ બી. ડી. દેસાઈ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર સાથે એન સી સી કેડર, સ્કાઉટ ગાઈડ કેડર, એન એસ એસ સ્વયંસેવક, અને શાળા ના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી