યુનિવર્સિટીના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનું સતત ત્રીજા વર્ષે 100% પ્લેસમેંટ….

પાટણ તા. ૧૫
હેમચંદ્રાચાયૅ.ઉ.ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં છેલ્લા 24 વર્ષથી કાર્યરત કમ્પ્યુટર વિભાગમાં M.Sc IT અને MCA કોર્સ ચાલે છે જેમાં છેલ્લા વર્ષમાં ઇંન્ડસ્ટ્રિયલ પ્રોજેકટ કરી વિદ્યાર્થીઓએ અલગ અલગ આઈટી કંપનીઓ મા Microsoft, Google, Infosys, TCS, Wipro, Capgemini વગેરેતેમજ સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા હોય છે અને પોતાનો IT બિજનેસ પણ કરતાં હૉય છે.

ચાલુ વર્ષ 2023-24ના M.Sc. IT ના તમામ વિદ્યાર્થી ઓનું stipend સાથે પ્લેસમેંટ થયેલ છે જે સંસ્થાના તમામ અનુભવી શિક્ષકો માટે ગૌરવ સમાન છે. ઉલ્લેખ નીય છે કે અગાઉના વર્ષના વિદ્યાર્થીઓ પણ MNC આઇટી કંપનીઑમાં દેશ અને વિદેશમાં સારી પોસ્ટ પર જોબ કરે છે જેનો સીધો ફાયદો પણ હાલના વિદ્યાર્થી ઓને મળતો હોય છે તેમજ કોરોનાકાળ બાદ આઇટી ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્યની તકો ખૂલતાં વિદ્યાર્થીઓનો આઇટીમાં ધસારો જોવા મળ્યો છે.

છેલ્લા વર્ષોમાં કમ્પ્યુટર વિભાગના M.Sc. IT અને MCA બંને કોર્સમાં સીટો ફૂલ થઈ જતા પ્રવેશ માટે waiting જોવા મળ્યું હતું. ચાલુ વર્ષે ગુજરાત સરકારના GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને પ્રવેશ અંગે સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી હેલ્પ સેંન્ટર પણ કાર્યરત કરેલ હોવાનું ડિપાર્ટ મેન્ટ ના હેડ ડો. ભાવેશ પટેલે જણાવ્યું હતું.