પાટણ તા. ૧૬
પાટણ સહિત સમગ્ર દેશભરમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન અને શાનભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણની બી.કે.સાલવી કોલેજમાં કોલેજના કાર્યકર્તાઓએ સાગર ઉપાશ્રયમાં બિરાજ માન દક્ષિણ કેસરી પ.પૂ.આ.શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા.ના તપસ્વી સમ્રાટ પ.પુ. પ્રવર્તક પ્રવર કલાપૂર્ણ વિ.મ.સા.ને વિનંતી કરતા પ્રથમવાર જૈન ગુરુ ભગવંતની નિશ્રામાં રાષ્ટ્રધ્વજને લહેરાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુરુભગવંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન ની સરાહના કરી સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં તેઓએ પોતાના પ્રવચનમાં પાંજરામાં રહેલો પોપટ પણ સ્વતંત્ર રહેવા ઈચ્છુક છે તેની સત્યતા બતાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવી કોલેજનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી