પાટણ તા. ૧૬
હર ઘર તિરંગા અભિયાન નિમિતે પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં પાટણ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના અંગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ બને છે. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિ વિશે જાગૃતિ લાવવાનો છે.
આવા ઉચ્ચ વિચારધારા તેમજ દેશ નિર્માણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર પાટણ ની અગ્રણી સેવાકીય સંસ્થા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના કુલ ૧૦૦બાળકોએ લાભ ભાગ લીધો હતો
જેમાંથી પ્રથમ,દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ૪૨ બાળકોને રોકડ પુરસ્કાર સાથે જુદા જુદા પ્રકારના ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જયારે ભાગ લીધેલ તમામ બાળકોને પણ પ્રોસાહિત કરી સન્માનવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રૂપ ના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ મોદી, રાજુભાઇ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, મનોજભાઇ પટેલ, નટુભાઇ દરજી, પ્રહલાદભાઈ પટેલ, મનુભાઈ, હર્ષદભાઈ, કિરીટભાઈ ગાંધી, રાજુભાઇ પટેલ, નૈમેષભાઈ ગાંધી, મયંકભાઈ ગાંધી, નરેન્દ્રભાઇ, ભાવેશભાઈ મોદી, ધનસુખભાઈ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની જરૂરિયાતને ધ્યાને લઈ 11 સિલીગ પંખા આપવાની જાહેરાત કરવામાં આવી હતી .
તેમજ શાળાની આગામી ભૌતિક જરૂરિયાત માં સોલર રૂફ ટોપ , શાળાના ગરીબ બાળકો માટે ડ્રેસ, શૈક્ષણિક કીટ , વિધાર્થીઓ માટે બેન્ચો તેમજ શાળા કલર કામ માટે પણ સહકાર ની ખાતરી આપી હોવાનું શાળાના આચાર્ય ઉજ્જવલ પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી