fbpx

સાંપ્રા ગામેથી છ અને ઓરૂમણા ગામેથી સાત મળી કુલ તેર જુગારીયા શ્રાવણીયો જુગાર રમતા પોલીસ હાથે ઝડપાયા..

Date:

પાટણ તા. ૧૬
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાપરા ગામેથી છ જુગારીયાઓ અને શંખેશ્વર તાલુકાના ઓરૂમણા ગામેથી સાત જુગારીયા મળી પોલીસે કુલ તેર જુગારીયા ઓને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ જિલ્લા પોલીસ વડા દ્વારા શ્રાવણ માસમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રમાતા શ્રાવણીયા જુગારની બદી ને ડામી દેવા કરેલ સુચના અનુસાર પાટણ એલસીબી પોલીસ બાતમીના આધારે સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે સબ સ્ટેશનની પાછળ ઉગમણી પાર્ટી નામે ઓળખાતા આંટામાં ખુલ્લામાં શ્રાવણીયા જુગાર લગત બાતમી આધારે રેઇડ કરતાં શ્રાવણીયો જુગાર રમતા કુલ છ ઇસમોને રોકડ રકમ રૂ.૨૧,૧૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા

પકડાયેલ આરોપી અજમલજી હાથીજી ઠાકોર રહે. સાંપ્રા, વચલી પાર્ટી તા.સરસ્વતી જી.પાટણ, મનુરજી ગણેશજી ઠાકોર રહે. સાંપ્રા, ઉગમણી પાર્ટી તા. સરસ્વતી જી.પાટણ, કપુરજી પ્રતાપજી ઠાકોર રહે. સાંપ્રા, ઉગમણી પાર્ટી તા.સરસ્વતી જી.પાટણ, ઉદાજી દિવાનજી ઠાકોર રહે. વામૈયા, મઘાણી પાર્ટી તા.સરસ્વતી જી.પાટણ, મનુજી સોમાજી ઠાકોર રહે. સાંપ્રા, ઉગમણી પાર્ટી તા.સરસ્વતી, જી.પાટણ અને બાસ્કુજી કેશાજી ઠાકોર રહે.સાંપ્રા, આથમણી પાર્ટી તા.સરસ્વતી જી.પાટણ વાળા સામે જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે શંખેશ્વર પોલીસે બાતમી ના આધારે ઓરૂમણા ગામે રાવળવાસમાં રાવળ વિષ્ણુભાઇ સોનાભાઇ શંકરભાઇ રહે.ઓરૂમણા તા.શંખેશ્વર વાળાના ઘરની બહારના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે કેટલાક ઇસમો ગંજી-પાના વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમી રમાડે છે તેવી હકીકત આધારે બે પંચોના માણસો સાથે રેઇડ કરતા રોકડ રકમ રૂ.૧૨,૪૬૦ સાથે કુલ સાત ઇસમોને પકડી શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીઓ મા વિષ્ણુભાઇ સોનાભાઇ રાવળ રહે.ઓરૂમણા, તા. શંખેશ્વર, જી.પાટણ, જીવણ ભાઇ મફાભાઇ ઠાકોર રહે ઓરૂમણા, તા. શંખેશ્વર, જી.પાટણ, રમેશભાઇ સુરાભાઇ ભરવાડ રહે. ઓરૂમણા, તા. શંખેશ્વર, જી.પાટણ,ગણેશભાઇ રામાભાઇ રાવળ રહે ઓરૂમણા, તા. શંખેશ્વર, જી. પાટણ, શંકરભાઇ કુબેરભાઇ વણકર રહે ઓરૂમણા, તા. શંખેશ્વર, જી પાટણ, પ્રવિણભાઇ ઇશ્વરભાઇ રાવળ રહે.ઓરૂમણા, તા.શંખેશ્વર, જી.પાટણ અને લાલાભાઇ ચેહરાભાઇ રાવળ રહે. ઓરૂમણા, તા.શંખેશ્વર, જી પાટણ વાળા હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાંતલપુર ના ધોકાવાડા – બરારા રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોમાં માંગ ઉઠી..

ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારમાં વિકાસ કામોને વેગ આપવામાં...

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી…

રાજય સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ સ્ટેચ્યુટને મંજૂરી આપવામાં...