fbpx

પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં જ રેલવે ગરનાળુ પાણીથી ભરાતા વાહન ચાલકો ફસાયા..

Date:

પાટણ તા. ૧૬
પાટણ શહેરમાં શુક્રવારે પડેલા સામાન્ય વરસાદ મા જ રેલવે ગરનાળા મા વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઉદભવતા પાલિકા ની મોન્સૂન કામગીરી છતી થવા પામી હતી.તો રેલવે નાળા નીચે ભરાયેલા પાણીના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા પાલિકા તંત્ર સામે રોષની લાગણી જોવા મળી હતી.

પાટણ શહેરમાં શુક્રવારે સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જવા ની સમસ્યા સજૉતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમા મુકાયા હતા.

શહેર ની અંદર બહાર જવા માટે મહત્વના ગણાતા રેલવે ગળનાળામાં વરસાદ ના પાણી ભરાતાં અનેક સાધનો બંધ પડતાં ચાલકો ને ધકકા મારીને પોતાના વાહનો પાણી માથી બહાર કાઠવાની કસરત કરવી પડી હતી.

રેલ્વે ગનાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવતા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા નો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન ની કરવામાં આવેલ કામગીરી ફક્ત અને ફક્ત કાગળ ઉપર જ કરવામાં આવી હોય તેવું વરસાદી પાણી ના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં નીકળનારી ભગવાન પરશુરામજી ની રથયાત્રામાં વિતરણ કરવામાં આવનાર પ્રસાદ નું પેકિંગ કાર્ય હાથ ધરાયું..

પાટણમાં નીકળનારી ભગવાન પરશુરામજી ની રથયાત્રામાં વિતરણ કરવામાં આવનાર પ્રસાદ નું પેકિંગ કાર્ય હાથ ધરાયું.. ~ #369News

પાટણ પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પાટણમાં કેનાલની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી..

પાટણના ટેલીફોન એક્સચેન્જ થી રાજનગર સુધીની કેનાલ સાફ કરાઈ.. પાટણ...