ડીપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમો મા પ્રવેશ મેળવવા માગૅદશૅન સેમિનાર યોજાશે..

પાટણ તા. ૧૪
કે.ડી. પોલિટેકનીક, પાટણ ખાતે ધોરણ ૧૦ પછી ડીપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. એડમીશન કમિટી ફોર પ્રોફેશનલડીપ્લોમા કોર્સીસ (ACPDC) દ્વારા ધોરણ ૧૦ પછી ડીપ્લોમાઇજનેરી માં વર્ષ -૨૦૨૪ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.

જે અંતર્ગત, કે.ડી.પોલિટેકનીક, પાટણ ખાતે ધોરણ ૧૦ પછી ડીપ્લોમા ઇજનેરી ના વિવિધ અભ્યાસ ક્રમોમાં પ્રવેશ માટે નો માર્ગદર્શન સેમીનાર તારીખ ૧૬- ૦૫ – ૨૪ ને ગુરુવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કોમ્પ્યુટર ઇજનેરી વિભાગ ના સેમીનાર હોલમાં રાખવા માં આવેલ છે. આ સેમીનારનો લાભ લેવા માટે સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓને કે.ડી. પોલીટેકનિક ના સુત્રો તરફથી જણાવ્યું છે.