fbpx

સાંતલપુર ના સિધાડા ના શખ્સ ને દેશી બનાવટની બંદુક સાથે પકડી પાડતી પાટણ એસ.ઓ.જી ટીમ.

Date:

પાટણ તા. ૧૯
પાટણ એસ.ઓ.જી પોલીસ ટીમે ખાનગી બાતમીના આધારે સાતલપુર ના સિધાડા ગામના શખ્સ ને દેશી બનાવટની બંદુક સાથે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ નાઓએ જિલ્લામાં હથીયાર બંધીની કડક અમલવારી કરવા સ્પેશીયલ ઝુંબેશનું આયોજન કરેલ હોઇ જે અનુસંધાને પાટણ એસોજીના ઇન્ચાર્જ પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ. ઓ. જી. શાખા, પાટણ ની ટીમે સાંતલપુર પો.સ્ટે.વિસ્તારમાં સધન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું

તે દરમ્યાન ખાનગી રાહે ટીમ ને બાતમી મળેલ કે આદામભાઇ હુસેનભાઇ અલીખાન જાતે થેબા ઉં. વ. – ૩૮ રહે. સીધાડા તા. સાંતલપુર જિ.પાટણ વાળો સીધાડા ગામથી સાંતલપુર તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર સહયોગ હોટેલની સામે આવેલ બાવળોની ઝાડીમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટી બંદુક સાથે ફરે છે જે હકીકત આધારે ટીમે ઉપરોક્ત સ્થળની તપાસ કરતા ઉપરોક્ત ઈસમ પોતાના કબજામાં ગે.કા. વગર પાસ પરવાના ની દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિં.રૂ.૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે આબાદ ઝડપાતા તેની અટકાયત કરી જીલ્લા મેજી. પાટણ ના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરેલ હોઇ જેથી તેની વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ-૨૫ (૧-બી) (એ) તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ માટે આરોપીને મુદ્દામાલ સાથે સાંતલપુર પો.સ્ટે સોપવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા  મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં ~ #369News

પાટણના યુનિવર્સિટી માગૅ પરનું રેલવે ફાટક બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા…

બી.એમ.સ્કુલ થી રેલવે નાળા અને જનતા હોસ્પિટલ થી રેલવે...