પાટણ તા. ૨૧
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય,પાટણમાં શિક્ષણ ની સાથે સાથે બાળકો વિવિધ કૌશલ્યમાં આગળ વધે તે માટે સતત પ્રયત્ન શિલ રહેલ છે ત્યારે બાળકોમાં દેશ ભક્તિ ના કૌશલ્ય અને મૂલ્યો નો વિકાસ કરવા માટે NCC (એન.સી.સી.) પ્રવૃતિમાં જોડાયેલ છે.
જેમાં સેવન ગુજરાત બટાલિયન એન.સી.સી. મહેસાણા દ્વારા હેમચંદ્વાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે તારીખ 12 થી 21 સુધી કેડેટ્સ (વિદ્યાર્થીઓ) નો કેમ્પ યોજાયેલ જેમાં શાળાના JD (ભાઈઓ ) 21 અને JW ( બહેનો ) 7 એમ કુલ 28 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.
કેમ્પ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને અલગ અલગ ઇવેન્ટમાં કુલ 8 મેડલ પ્રાપ્ત થયા છે. જેમના માર્ગદર્શક એસ.બી.પ્રજાપતિ અને તમામ એન સી સી કેડરને શાળા પરિવાર દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
અહેવાલ યશપાલ સ્વામી