fbpx

પાટણ શહેરમાં એસસી એસટી અનામત ક્રીમીલીયરના વિરોધમાં બગવાડા ખાતે ચકાજામ કરાયો.

Date:

પાટણ તા. ૨૧
પાટણ શહેરમાં એસ.સી એસ ટી.અનામત ક્રિમિલેયરના વિરોધમાં બુધવારે દલિત સમાજના લોકો દ્વારા શહેરના બગવાડા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને માલ્યાર્પણ કરી રસ્તા વચ્ચે બેસી એક કલાક સુધી ચક્કજામ કરી સૂત્રોચ્ચાર કરતા ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતો. જોકે બંધના એલાન મા પાટણ શહેરના તમામ બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.

શહેરના બગવાડા દરવાજા ખાતે કરાયેલા ચક્કા જામને લઈને ટ્રાફિક જામ થતા પોલીસે આંદોલન કારીઓની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર્ગ ખુલ્લો કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરને લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા દલિત સમાજના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. અને આ તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈ ઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યો છે.ત્યારે પાટણ શહેર માં ભારત બંધના એલાનને સમર્થન ન સાપડતા પાટણ શહેરના બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.

પરંતુ અનુસૂચિત સમાજ દ્વારા શહેર ના બગવાડા દરવાજા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને માલ્યાર્પણ કરી બગવાડા ચોક માં રસ્તા વચ્ચે બેસી જઇ ચક્કા જામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

ત્યારે બગવાડા ચોક માં ભારે ચક્કાજામ સર્જાયો હતો.તો પોલીસે આંદોલનકારીઓ ની અટકાયત કરી માર્ગ ખુલ્લો કરી ટ્રાફિક હળવો કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ઐતિહાસિક દરવાજાઓનું સમારકામ અને પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવશે..

પાટણ સંગ્રહાલયના નવીનીકરણ , આધુનિક તકનીકનો ઉપયોગ કરી પ્રદર્શનનું...

પાટણ માર્કેટયાર્ડમાં પ્લોટ નંબર 32 અને 34 ના વેપારી મિત્રો દ્વારા ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું..

માર્કેટ યાર્ડના ચેરમેનની અપીલને વેપારી મિત્રોએ અનુસરી છાશની સેવા...

શ્રી વરાણા ના ખોડીયાર માતાજીના ૧૫ દિવસ ચાલેલા મહા મેળા નું હવન યજ્ઞ સાથે સમાપન કરાયું..

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ હવન યજ્ઞ યોજી માતાજીના...