fbpx

શંખેશ્વર ખાતે સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું….

Date:

૧૫ નવીન બસોનું લોકાર્પણ કરાયુ..

પાટણ તા.૩
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે શુક્રવારે અંદાજીત રૂ.૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર બસસ્ટેશનનું ખાતમુહૂર્ત વાહનવ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. તદુપરાંત મંત્રીના હસ્તે ૧૫ નવીન બસોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

૧૫ નવીન બસોનું મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું જેને પરિણામે શંખેશ્વર તથા આસપાસના તમામ ગામડાઓ અને શહેરીજનોની સુવિધામાં વધારો થશે. નવું તૈયાર થનાર શંખેશ્વર બસ સ્ટેશન અદ્યતન સુવિધા ઓથી સજ્જ હશે. કુલ ૪૪૬૦ ચો.મી. જમીન વિસ્તારમાં નિર્માણ થનાર આ બસ સ્ટેશન માટે અંદાજીત કિંમત રૂ.૨.૫૭ કરોડ ખર્ચ થશે.

આ બસ સ્ટેશનમાં કુલ ૭ જેટલા પ્લેટફોર્મ હશે. નવું નિર્માણ પામનાર આ બસ સ્ટેશનમાં પેસેન્જર વેઈટીંગ એરીયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ટોઈલેટ વીથ હેન્ડીકેપ ફેસીલીટી સહિતની નવીન સુવિધાઓ પ્રાપ્ત થશે.આ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા પાટણની ઐતિહાસિક નગરીમાં શંખેશ્વરમાં દાદાના ચરણોમાં વંદન કરીને આર્શિવાદ મેળવી અહી એસ.ટી.બસના ખાતમુર્હુત કરવા જઈ રહ્યો છું.

દાદાના દર્શન અને આર્શિવાદના લીધે આ બસ સ્ટેશન નગરજનો, બાળકો, યુવાનો, વડીલોને ઉપયોગી થશે. નોકરિયાત વર્ગને આનો વિશેષ લાભ મળશે. માતાઓ માટે હવે સુવિધાઓ વધુ સગવડભરી રહેશે બહેનોએ રાખડી બાંધવા જવું હોય ત્યારે બસ આરામથી મળી રહેશે.

અહી દાદાના દર્શનાર્થે યાત્રાળુઓ આવતા હોય છે જો આપને પવિત્ર ધામને સાફ અને સ્વચ્છ રાખશું ત્યારે યાત્રાળુઓ દર્શન પછી રાત્રિ રોકાણ કરવા પણ પ્રેરાશે. તેઓનો લાભ રોજગારી ક્ષેત્રે થશે.ભવિષ્યમાં 1 લાખની જગ્યાએ 2 લાખ દર્શનાર્થીઓ આવશે ત્યારે આ જગ્યાની કિંમત માં પણ વધારો થશે.

વધુમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય વાહનવ્યવહારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન આપું છું આજે આપને ૧૫ બસોનું લોકાર્પણ કર્યું છે. હવે નવી બસો ત્યાર થતાં કોઈપણ લોકાર્પણની રાહ જોયા વગર ગુજરાતના નાગરિકોની સેવા માટે તત્પર થઈ જશે. આ બસો આપના સૌની વ્યવસ્થા માટે આજથી ખુલ્લી મૂકુ છું. આ બસોને પોતાના ઘરનું વાહન હોય તેમ સાચવજો. બસમાં કચરો કે ગંદકી ફેલાવશો નહીં જેથી તમને સુગમ મુસાફરી કરવા કોઈપણ જાતની તકલીફ પડશે નહિ.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર,રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, જીલ્લા કલેકટર અરવિંદ વિજ્યન, જીલ્લા પોલીસ વડા રવીન્દ્ર પટેલ, એકજ્યુકેટીવ વિજીલિયન્સ ડાયરેકટર મયંકભાઇ, શંખેશ્વર સરપંચ સહિત સંગઠનનાં હોદ્દેદારો કર્મચારીઓ તથા પદાધિકારીઓ ઉપરાંત ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સમીના વાવલ ગામના ખેડુતના ખેતરમાં વાવેતર કરાયેલ ચણા ના પાકમાં કોઈ શખ્સે આગ ચાંપી.

આગની ઘટના મા નુકશાન થયેલ ખેડૂતે અજાણ્યા શખ્સ સામે...