પાટણ તા. ૨૨
પાટણ શહેરમાં તળ દરજી સમાજનાં આરાધ્ય અને ઇષ્ટદેવ કાપડીયા વીર મહારાજનો પાટોત્સવ પરંપરાગત અને ધામધુમથી યોજાયો હતો. આ પ્રસંગે સવારે પ્રગતિ મેદાન પાસે આવેલા કાપડીયા વીરદાદાનાં મંદિર ખાતેથી વાજતે ગાજતે પાલખી યાત્રા નિકળી હતી.જે શહેરનાં વિભિન્ન વિસ્તારો માંથી પસાર થઇને નીજ મંદિરે સંપન્ન બની હતી. ત્યારબાદ મંદિર પરિસર ખાતે યજ્ઞ યોજાયો હતો. યજ્ઞ ની પૂર્ણાહૂતિ પ્રસંગે સમાજના આગેવાન સહિત ભાવિક ભકતોએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી