fbpx

પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પ્રા. શિ.માટે નો વધ ઘટ નો બદલી કેમ્પ યોજાયો..

Date:

પાટણ તા. ૨૩
પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાના ધોરણ 1 થી 5 અને 6 થી 8 ના પ્રાથમિક શિક્ષકો માટેનો વધ ઘટ નો બદલી કેમ્પ વનરાજ પે કેન્દ્ર શાળા પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ધોરણ 1 થી 5 ના 30 શિક્ષકો અને ધોરણ 6 થી 8 ના 18 શિક્ષકો વધ પડતા હોઈ જિલ્લાના વિવિધ તાલુકામાં જે પણ શાળામાં જગ્યા હોય ત્યાં તારીખ 31-7- 2024 ના બાળકોની સંખ્યાના સેટઅપ મંજૂર કરાયેલ તેના આધારે કેમ્પમાં ઉપસ્થિત શિક્ષકો દ્વારા શાળાની પસંદગી કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટેના વઘઘટ ના આ બદલી કેમ્પમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જશીબેન ઠાકોર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.નરેન્દ્રસિંહ ચાવડા, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી પરમાભાઈ નાડોદા, ડીઈઓના પ્રતિનિધિ બી.પી.પટેલ તેમજ શિક્ષકોના ત્રણેય સંગઠનોના હોદ્દેદારો માનાભાઈ રબારી, જગદીશ પટેલ, ભીખાભાઈ પટેલ, પ્રવીણસિંહ પરમાર અને કમિટીના સભ્યો તેમજ ટીપીઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધઘટના આ જિલ્લા કેમ્પ અંગે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાના નવ તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં અગાઉ જે બદલી કેમ્પમાં કોઈ શિક્ષક ગયા હોય ને તેમને તેની મૂળ શાળામાં જગ્યા થઈ હોય તો તેમને મૂળ શાળા આપવામાં આવી છે

તેમજ જે શિક્ષક વધમાં પડયા હોય તેમને તેમના પોતાના સેન્ટરમાં અને ત્યારબાદ તાલુકામાં સમાવવામાં આવ્યા છે. અને કેમ્પમાં નીતિ નિયમ મુજબ પ્રક્રિયા કરીને તમામ ને સંતોષકારક રીતે તેમની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ હાર્ટ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાત લેતા જિલ્લા કલેકટર અરવિંદ વિજયન.

પાટણ હાર્ટ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાત લેતા જિલ્લા કલેકટર અરવિંદ વિજયન. ~ #369News