fbpx

પાટણના ડેન્ગ્યુ ગ્રસ્ત સૂર્યાનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ચાર ટીમે 216 ઘરની તપાસ હાથ ધરી..

Date:

પાટણ તા. 23
પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર તપાસ હાથ ધરી પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન ગતરોજ પાટણ શહેરના સૂર્યાનગર વિસ્તાર વોર્ડ નંબર -2 માં આરોગ્યની ટીમ દ્વારા પાણીના પાત્રો તપાસ કરતા ડેન્ગ્યુના મોટી માત્રામાં પોરા જોવા મળેલ

જે અંતર્ગત જિલ્લા કક્ષાના અધિકારીની સુચના મુજબ શુક્રવારે સૂર્યાનગર વિસ્તારમાં તાલુકા હેલ્થ કચેરી ખાતે થી આરોગ્યની 4 ટીમો દ્વારા સ્પેશિયલ ડ્રાય યોજી અંદાજે 216 ઘરના પાણીના પાત્રો જેવા કે માટલા, નાના ગઢા, ટાયર , કુલર, ફ્રીજની ટ્રે અને પક્ષીકુંડ વગેરે ના પાણી ભરેલા તમામ પાત્રો એક સાથે ખાલી કરાવી વિસ્તારના રહીશો ને સૂચના આપવામાં આવેલ કે આવી રીતે દર અઠવાડિયે એક વખત આ પાણી ના પાત્રો ખાલી કરી દેવા અને આ પાત્રો ઘસીને સાફ કરવા જેથી ડેન્ગ્યુ મચ્છરના ઈંડા ચોટેલા હોય તેનો નાશ થઈ જાય જેથી મચ્છર ઉત્પન્ન થશે નહીં.

આરોગ્ય વિભાગની આ ચાર ટીમો દ્વારા સુર્યાનગર વિસ્તારનો સર્વેલન્સ પણ કરવામાં આવ્યો હતો જે સર્વેલન્સ અંતર્ગત વિસ્તારમાં એક પણ ડેન્ગ્યુનો કે અન્ય તાવનો કેસ મળેલ ન હોવાનું ટીમના સૂત્રોએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ ડ્રાય ડે અંતર્ગત જિલ્લા કક્ષાના અધિકારી, તાલુકા કક્ષાના અધિકારી, વોર્ડ નંબર બે ના કોર્પોરેટરો, આરોગ્યનો સ્ટાફ ,નગરપાલિકાનો સ્ટાફ તેમજ પોલીસ કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માર્કેટયાર્ડ ખાતે એક વૃક્ષ મા કે નામ અંતર્ગત દેશી કુળના રોપાઓના વિતરણ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે..

માર્કેટયાર્ડ માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ અને ચોકિયાતોને રેઇનકોટ...

ગુજરાત મીડિયા ક્લબની પત્રકારોના વેલ્ફેર ફંડ માટે રૂ.1 કરોડની જાહેરાત કરાઈ..

પાટણ, ૨૫ગુજરાતના પત્રકારોનું હિત ધરાવતી સંસ્થા ગુજરાત મીડિયા ક્લબએ...

પાટણ ની સાગોટાની શેરીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે વિસ્તારના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા.

હિન્દુ મોહલ્લામાં રહેતા કેટલાક લોકો વિધર્મીઓને મકાન વેચી રહ્યા...