પાટણ તા. 16 વિદ્યાર્થી શાળામાં પોતાના જીવન ઘડતરના પાઠ શીખે છે.વિદ્યાર્થીઓ કયા વિષય માં મૂંઝવણ અનુભવે છે,તેને કયાવિષયમાં વધુ મહેનતની જરૂર છે આ ઉપરાંત તેને ઉચ્ચતમ પરિણામ મેળવવા માટે ઘેર કેવું વાતાવરણ પુરું પાડવું તેવા ઉમદા હેતુથી શાળામાં વાલી મીટીંગ નું આયોજન થતું હોય છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કુલના ધોરણ 12 ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે શનિવારે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાલી મિટીંગમા શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તથા અન્ય શિક્ષકો દ્વારા વાલીઓને તેમના સંતાન ના ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓની શાળામાં નિયમિતતા, શિસ્ત, ગૃહકાર્ય ,પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વાલી મીટીંગ દરમ્યાન પોતાના સંતાન ના સારા શિક્ષણને ધ્યાનમાં રાખી મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના સમાધાન માટે આચાર્ય ,શિક્ષકો તથા વાલીઓ વચ્ચે પ્રશ્નોત્તરી દ્વારા અભ્યાસ સંબંધી મૂંઝવણને ઉકેલવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આચાર્ય દ્વારા મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ અને તેની અભ્યાસ પર વિપરીત અસરો જેવા મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શાળા ના મદદનીશ શિક્ષિક બીનાબેન પટેલ અને આભારવિધિ સુપરવાઈઝર વર્ષાબેન પટેલે કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી