fbpx

પાટણ શહેરમાં બીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત રહી..

Date:

પાટણ તા. 23
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી કરવા માં આવી છે. ત્યારે ગઈકાલની જેમ આજે શુક્રવારે પણ બપોર બાદ પાટણ શહેરમા વરસાદી વાદળો છવાયાં હતાં અને ધોધમાર વરસાદ શરૂ થતા થોડીવાર મા જ સવૅત્ર જળબંબાકાર ની સ્થિતિ સજૉતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે રાહદારી અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા .

પાટણ શહેર માં છેલ્લા કેટલાક દિવસો થી લોકો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. ત્યારે ગુરુવાર બાદ શુકવારે પણ બપોરે અચાનક વાતા વરણમાં બદલાવ આવતાં અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયાં હતાં અને મેઘરાજાએ પવનના સુસવાટા વચ્ચે મેધ વષૉ ની તડી બોલાવતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. શહેરના નિચાણવાળા વિસ્તારો પાણી ભરાયા હતા જેના કારણે રાહદારીઓ વાહનચાલકો હાલાકી ભોગવવી પડી હતી.

શુકવારે બપોર બાદ પાટણ શહેર માં પુનઃ મેઘરાજા નું ધમધોકાર આગમન થતાં સવૅત્ર વાતાવરણ ઠંડુગાર બનતા લોકોએ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત અનુભવી હતી. તો નાના મોટા સૌ લોકો એ વરસાદ માં પલળવાની મજા માણી આનંદ વ્યકત કર્યો હતો પાટણ શહેરમાં શુક્રવારે બપોર પછી પડેલા વરસાદ ની આંકડાકીય માહિતી આપતા ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું હતું કે શહેરમાં સાંજના છ કલાક સુધીમાં 21 M.M વરસાદ નોધાયો હોવાનું જણાવ્યું હતું. તો આ સિવાય સિધ્ધપુર મા 20 M. M અને સરસ્વતી મા 2 M. M. વરસાદ નોધાયો હતો જયારે પાટણના અન્ય તાલુકા કોરા રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ખાતે આવેલ તળાવ માં મોટી સંખ્યા મા માછલીઓ ના મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી.

ચાણસ્મા ખાતે આવેલ તળાવ માં મોટી સંખ્યા મા માછલીઓ ના મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સરસ્વતી તાલુકા કક્ષાની સક્ષમ શાળા અંતગૅત શિક્ષકોની તાલીમ શિબિર યોજાઈ..

પાટણ તા. ૧૯સમગ્ર શિક્ષા કચેરીના સહયોગથી સરસ્વતી તાલુકા કક્ષાનો...

ધોરણ -12 સાયન્સના વિધાર્થીઓની NEET ની પરીક્ષાનું સેન્ટર હેમ.ઉ. ગુ. યુનિવર્સિટી ને મળે તેવી શૈક્ષિક મહાસંધે માગ કરી.

યુનિવર્સિટી કુલપતિને વિધાર્થી હિતના સુચનો સાથે આવેદનપત્ર અપાયું.. પાટણ તા....

શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, પાટણ ખાતે ફાયર સેફ્ટી નિદર્શન યોજાયું..

શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, પાટણ ખાતે ફાયર સેફ્ટી નિદર્શન યોજાયું.. ~ #369News