fbpx

પાટણમાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે પાટણ સમીપ નું રિજિયોનલ સાયન્સ સેન્ટર…

Date:

પાટણ તા. ૨૩
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર જિલ્લાના તેમજ બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ ૧ મે ૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રચાર અને પ્રસાર કરવાનો છે. અને આજે આ સાયન્સ સેન્ટર પોતાના ઉદેશ્યને સાર્થક કરી રહ્યું છે.

આ સાયન્સ સેન્ટર ૩૬૫ દિવસ ધમધમતું રહે છે. શાળાઓમાં વેકેશન હોય, તહેવારોના દિવસો હોય તેવા સમયમાં ફરવાના સ્થળો પર મુલાકાતીઓની ભીડ રહેતી હોય છે. જેમાં ખાસ કરીને તહેવારોના સમય ગાળા માં સામાન્ય રીતે પ્રવાસીઓની પ્રથમ પસંદગી હિલ સ્ટેશન, વોટર પાર્ક, દરિયા કિનારો, જંગલની મુસાફરી વગેરે હોય છે.

પરંતુ હવે પ્રવાસીઓની પસંદ બદલાઇ હોય તે પ્રકારની વિગત રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં જોવા મળી રહી છે. ૨ વર્ષ ૩ માસમાં ટૂંકા જ સમયગાળામાં ૧૦.૨૫ લાખથી વધુ લોકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે. પાટણ જિલ્લાની ઓળખ બનીને ઉભરી આવી રિજિયોનલ સાયન્સ સેન્ટર હવે પ્રવાસીઓ ની પહેલી પસંદ બની છે. આજ કારણે ટૂંકાગાળામાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાતે આવે છે. આ સેન્ટર લોકોની સાયન્સ પ્રત્યેની સમજ વિકસવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે રિજિયોનલ સાયન્સ સેન્ટર ડાયરેકટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રિજિયોનલ સાયન્સ સેન્ટર નું લોકાર્પણ થયા પછીના ટૂંકા જ સમયગાળામાં ૧૦ લાખ ૨૫ હજાર કરતા વધુ મુલાકાતીઓ મુલાકાત લીધી હતી.

જેમાં અબાલ થી માંડીને વૃદ્ધનો સમાવેશ થાય છે. ગર્વ લેવા જેવી વાત છે કે વિશ્વના ૯ દેશના નાગરિકો એ રિજિયોનલ સાયન્સ સેન્ટર ની મુલાકાતે આવ્યા હતા. આ સેન્ટરમાં ૨૦૦૦ કરતા વધારે વર્કશોપ અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા બાળકોને વૈજ્ઞાનિક અભિરુચિની કેળવાય તે માટેના કાર્યક્રમ થાય છે જેથી ઇનોવેશનને બળ મળે છે. આ નવા સંશોધનથી દેશ આત્મનિર્ભર બને છે. આ જ દિશામાં સાયન્સ સેન્ટર સતત પ્રયાસરત છે.

આમ આત્મનિર્ભર ભારત બનવા સાયન્સ પોતાનો અહમ રોલ નિભાવી રહ્યું છે. પાટણ ખાતે આવેલ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર જિલ્લાના તેમજ બહારથી આવતા પ્રવાસીઓની વિજ્ઞાન પ્રત્યેની સમજ વિકસિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે તેવું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં રાત્રિ ફરજ બજાવતા હોમગાર્ડને તેની જ લાકડી વડે તસ્કરે ધોઈ નાખ્યો..

હોમગાર્ડ ઉપર હુમલો કરનાર તસ્કરને ગણતરીના કલાકમાં ઝડપી કોર્ટમાં...

સાતલપુર ના ખેમાસર સાસરીમાં આવેલ યુવક ને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી..

સાતલપુર પોલીસે ગુના મા સંકળાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકમાં...

સિધ્ધપુર માધુપાવડીયા ચેકડેમ ઓવરફ્લો થતા સરસ્વતી નદી મા પાણીના નીર વહેતા થયા…

બારેમાસ સૂકીભટ્ટ સિદ્ધપુર ની સરસ્વતી નદીમાં પાણી ના નીર...

પાટણના બગવાડા નજીક આવેલ હજરત કાલુ શહિદ (ર. અ. ) નો સદલ શરિફ ઉજવાયો..

દોસ્તના મહોલ્લા માથી સંગીતના સૂરો સાથે ચાદર સહિત સદલ...