અન્ન દાન થી નથી મોટું,અહીં બીજું કંઈ દાન,આંતરડી ઠારો ભુખ્યાની રાજી રહેશે ભગવાન :જીજ્ઞા શેઠ..
પાટણ તા. 19
ગુજરાતની ધન્યધારા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે તપાગચ્છાધીપતી પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પ. પૂ. આ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ના આચાર્ય પદ પ્રદાન દિન નિમિત્તે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-શંખેશ્વર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ-શંખેશ્વર ના નેજા હેઠળ ખીચડી ઘરનો એક મહિના માટે પ્રારંભ કરવામાં આવેલ હતો.
જેમાં દરોજ જરૂરિયાત મંદ લોકોને ખીચડી અને કઢી નો ભોજન પ્રસાદ કરાવવા માં આવશે. આ ખીચડી ઘરના માર્ગદર્શન માનવતા ના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાનાશિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજય જી મહારાજ સાહેબ દ્વારા કરવામાં આવેલ. માનવતાના મસીહાપૂ.આ.શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ પ્રદાન દિન નિમિત્તે એક મહિના સુધી ખીચડી અને કઢી ના દાતા પરીવાર સ્વ.વિનોદ ધનજી ભાણજી દેઢિયા ની સ્વૅગારોહણ તિથિ નિમિત્તેહસ્તે-શ્રીમતિ કવીતાબેન કુલીન ભાઈ દેઢિયા પુત્ર-જીત-કેવિન,ગામ-કોડાય, હાલ-મુંબઇ વાળા પરિવારે ખૂબ ઉદાર દિલે લાભ લીધેલ.
આ સેવા યજ્ઞમાં જેઓ હરહંમેશ જન સેવા માં અગ્રેસર રહેતા એવા શંખેશ્વરના સેવા ભાવી, કર્મ વિરાગના જીજ્ઞાબેન શેઠે આ અનુકંપાના સેવા કાર્યમાં ખૂબ ઉત્સાહ પૂર્વક સેવા કરેલ.આ પ્રસંગે જૈનમુનિ નયશેખર વિજયજી મહારાજ સાહેબે જણાવેલ કે ગુજરાતના વિવિધ શહેરો તથા ગામો માં પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક માનવતાના કાર્યો કરવામાં આવે છે જે ખરેખર સરાહનીય છે.