fbpx

શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા પસંદગી સમિતિ દ્વારા જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા કક્ષાએ સાત મળી કુલ 10 શિક્ષકો ની પસંદગી કરાઈ..

Date:

પાટણ તા. 23
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણના જણાવ્યા મુજબ શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા પસંદગી સમિતિ દ્વારા પાટણ જિલ્લામાં 2024-25 ના વર્ષ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ 3 શિક્ષકો અને તાલુકા કક્ષાએ 7 શિક્ષકો મળી કુલ 10 શિક્ષકો ની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લામાં વર્ષ 2024 25 માટે જિલ્લા કક્ષાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની કરાયેલી પસંદગી માં દેસાઈ ગોવિંદભાઈ રત્નાભાઇ ઉ. શિ. પ્રાથમિક શાળા વાગડોદ, પટેલ આકાશ ખાનાભાઈ મ. શિ. આદર્શ વિદ્યાલય પાટણ અને પટેલ ભાવનાબેન ચંદુલાલ મ.શિ બી એમ હાઇસ્કુલ પાટણ ની પસંદગી કરવામાં આવી છે

જ્યારે તાલુકા કક્ષાએ પંડ્યા યતિશકુમાર પ્રહલાદભાઈ ઉ. શિ.પ્રાથમિક શાળા ઈટોદા, પટેલ નિલેશકુમાર શંકરલાલ ઉ. શિ. પ્રાથમિક શાળા ધારપુર,સુથાર હંસાબેન મનસુખભાઈ ઉ. શિ. પ્રાથમિક શાળા રણોદા, આચાર્ય દર્શનકુમાર જ્યોતીન્દ્રકુમાર ઉ.શિ.પ્રાથમિક શાળા કોલીવાડા, દવે ચેતનકુમાર વાસુદેવ ઉ.શિ. પ્રાથમિક શાળા ચાંદણસર,પટેલ વિપુલકુમાર જયંતીભાઈ ઉ. શિ. પ્રાથમિક શાળા ઉમેદપુરા, પટેલ શ્રેયા બેન રમણભાઈ ઉ.શિ.પ્રાથમિક શાળા ડર ની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુરમાં ફેક્ટરીમાં નોકરીએ જવાનું કહીને નીકળેલો કિશોર ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી

સિદ્ધપુરમાં ફેક્ટરીમાં નોકરીએ જવાનું કહીને નીકળેલો કિશોર ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી ~ #369News

સહકાર ભારતી ગુજરાત પ્રાંત સહ સંગઠન પ્રમુખ દ્વારા કચ્છના ભુજેડી ગામની મુલાકાત લીધી..

પાટણ તા. 2સહકાર ભારતી ગુજરાત પ્રદેશ બુનકર --પ્રકોષ્ઠ ના...

રૂ. 5.67 કરોડની છેતરપીંડી કેસમાં પાટણ SOG ટીમે બે આરોપીઓ ને દબોચી લીધા..

ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ ને ઝડપી લેવા ચક્રોગતિમાન...