સેવાભાવી તબીબો સહિત 108ના સ્ટાફ ને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી..
પાટણ તા. ૨૪
શ્રી સંડેર ગ્રામ આરોગ્ય સેવા મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વાર સામુહિક આરોગ્ય કેન્દ્ર સંડેર ખાતે ડો. તૃપ્તિબેન પટેલ (ફીજીયો થેરાપિસ્ટ) ના વિશેષ સન્માન સહિત તમામ અધિકારીઓ અને કર્મચારી ઓ તેમજ 108 નાં કર્મચારીઓનું સન્માન પત્ર અને સાલ ઓઠાડીને સન્માન કરવાનો કાર્યક્રમ ગતરોજ યોજવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહના અઘ્યક્ષ સ્થાને DTO ડો. ડી.એન પરમાર, અતિથિ વિશેષ DQMO નરેશ ભાઈ પટેલ,સંડેર ગ્રામ આરોગ્ય સેવા મંડળ નાં પ્રમુખ કાનજીકાકા,મંત્રી વિનુભાઈ,અધિક્ષક ડૉ. કમલેશભાઈ પટેલ તેમજ ગામનાં અગ્રણી વડીલો, ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. તૃપ્તિબેન પટેલ, ડૉ. કમલેશભાઈ પટેલ, ડૉ. સુધીરભાઈ પટેલ, ડૉ. શ્રેય પટેલ, ડૉ રોશનીબેન પટેલ, તેમજ સ્ટાફના અન્ય મિત્રો અને 108 નાં મિત્રોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે સન્માનિત સૌએ પોતાનાં પ્રતિભાવો આપી સન્માનવા બદલ આભાર ની લાગણી વ્યકત કરી હતી. આ સમારંભ ના અધ્યક્ષ D.T.O દ્વારા સ્ટાફની કામગીરીની સરાહના કરાતાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી સારી કામગીરી ચાલુ રહે તેવી અપેક્ષા સાથે અપીલ કરી સૌને અભિનંદન પાઠવ્યા હતાં.
અહેવાલ યશપાલ સ્વામી