google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રેલ્વેનાળામાં ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે આખરે પાલિકા તંત્ર એ ચાલુ વરસાદે કામગીરી હાથ ધરી..

Date:

પાટણ તા. ૨૪
પાટણ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર કરવાના કારણે પાટણના પ્રવેશ દ્વારા એવા રેલવે ગરનાળા વિસ્તારમાં સામાન્ય વરસાદ મા પણ પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ બનતી હોય છે અને આ સમસ્યા વરસાદ બંધ થયા બાદ પણ ઘણા લાંબા સમય સુધી રહેતી હોવાથી પાટણનો મુખ્ય પ્રવેશ દ્વાર નો આ રસ્તો બંધ રહેતા પાટણ શહેરના નાગરિકોને તેમજ વાહન ચાલકો ને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
આ વિકરાળ સમસ્યાને લઇ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને પાટણના તમામ મીડિયામાં આ સમસ્યા બાબતે અવારનવાર સમાચારો પ્રકાશિત કરાતા પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યા ના નિરાકરણ માટે શનિવારે જેસીબી મશીન ની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાટણ નગરપાલિકા તંત્રે રજાના દિવસે ચાલુ વરસાદ માં પાટણ રેલવે ગરનાળા વિસ્તારથી આનંદ સરોવર સુધીની તમામ વરસાદી પાણીની લાઈનોની સાફ-સફાઈ કરી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવતા પાટણ નગરપાલિકા ની પ્રજાનોની સમસ્યા નો હલ કરવા માટે હાથ ધરવામાં આવેલ કામગીરીને સરાહનીય લેખાવી હતી.

પાટણ નગરપાલિકા તંત્રે રજાના દિવસે પણ ચીફ ઓફિસર અને એન્જિ નિયર સાથે બાંધકામ શાખા ના કર્મચારીના સ્ટાફ સાથે અને વાહન શાખા ના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ફતેસિંહ લાયબ્રેરી દ્વારા મને જાણો કાર્યક્રમ અંત ર્ગત ગીતાનો જ્ઞાનયોગ ઉપર પ્રવચન યોજાયું..

ફતેસિંહ લાયબ્રેરી દ્વારા મને જાણો કાર્યક્રમ અંતર્ગત ગીતાનો જ્ઞાનયોગ ઉપર પ્રવચન યોજાયું.. ~ #369News

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩:ઉજવણી..ઉજ્જવળ ભવિષ્યની…

શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ : ઉજવણી.. ઉજ્જવળ ભવિષ્યની... ~ #369News