હવન યજ્ઞ ની પૂણૉહુતિ પ્રસંગે પ્રજાપતિ નાતગંગા એ ઉપસ્થિત રહી દશૅન – પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી..
પાટણ તા. 23 પાટણ શહેરના પ્રસિદ્ધ શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા ત્રિ દિવસીય આયોજિત કરાયેલા શ્રી ચામુંડા માતાજીના ધાર્મિક ઉત્સવનું સમાપન શનિવારના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસર ખાતે શ્રી ચામુંડા માતાજીના 108 કુંડી મહાયજ્ઞ સહિત ના ધાર્મિક ઉત્સવો સાથે કરવામાં આવ્યું હતું. શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા તારીખ 21 સપ્ટેમ્બરથી તારીખ 23 સપ્ટેમ્બર સુધી શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે આવેલા શ્રી ચામુંડા માતાજીના મંદિર ના ત્રિ દિવસીય ધાર્મિક ઉત્સવના પ્રથમ દિવસે માતાજી ની ભવ્ય શોભાયાત્રા,આનંદનો ગરબો, લાઇટિંગ શો અને આતશ બાજી જેવા કાર્યક્રમો યોજાયા હતા. બીજા દિવસે યજ્ઞના યજમાન પરિવારો નું સામૂહિક વૈદિક મંત્રોચ્ચાર સાથે શુદ્ધિકરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે શનિવારે આધાર્મિક ઉત્સવ ના સમાપન પ્રસંગે શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી ખાતે નાતગોર જયેશભાઈ પંડયા સહિત ના ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે શ્રી ચામુંડા માતાજી ના 108 કુડી મહાયજ્ઞ નો યજમાન પરિવારોની ઉપસ્થિત માં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
યજ્ઞની પૂણૉહુતિ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર ના સભ્યો સહિત પાટણ પ્રજાપતિ સમાજ પરિવાર જનોએ ઉપસ્થિત રહી દશૅન સાથે નાતગંગા નો સમૂહ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા શ્રી ચામુંડા માતાજીના ત્રિ-દિવસીય ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી ચામુંડા સેવક મંડળના પરિવારજનો સાથે અરવિંદભાઈ,વિષ્ણુભાઈ,ધવભાઈ,ભાઈચંદભાઈ, જયેશભાઈ સહિત ના યુવાનો દ્રારા જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી