fbpx

પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા સૌપ્રથમવાર શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે..

Date:

પાટણ તા. ૨૫
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ ના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા સૌપ્રથમવાર શ્રી પદ્મનાભ ભગવાન વાડી પરિસર ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે જન્માષ્ટમી ના પર્વ
ની ઉજવણીના ઉપલક્ષમાં શીતળા સાતમ અને રવિવારના રોજ પાટણ પ્રજાપતિ સમાજ પાટણના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસરની સાથે સાથે રાધાકૃષ્ણ મંદિર ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંદિર પરિસરની સ્વચ્છતા બાદ મંદિર પરિસરમાં શણગાર સજાવવામાં આવ્યો હતો.

આવતીકાલે જન્માષ્ટમીના પાવન પર્વની શ્રી પદ્મનાથ ભગવાન સન્મુખ પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે મટકી ફોડ નો કાર્યક્રમ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવશે. પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં સૌ પ્રથમવાર આયોજિત કરાયેલા જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં સમાજના પરિવારજનોને ઉપસ્થિત રહેવા પાટણ પ્રજાપતિ સમાજ પાટણના સેવાભાવિ કાર્યકર્તાઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિ. ના લાઈફ સાયન્સ ના પ્રો.ડો.ધારૈયા ના માગૅદશૅન હેઠળ PHD કરી રહેલ વિધાર્થી ને અમેરિકાની યુનિ.ની રિસર્ચ ફેલોશીપ પ્રાપ્ત થઈ..

પાટણ યુનિ. ના લાઈફ સાયન્સ ના પ્રો.ડો.ધારૈયા ના માગૅદશૅન હેઠળ PHD કરી રહેલ વિધાર્થી ને અમેરિકાની યુનિ.ની રિસર્ચ ફેલોશીપ પ્રાપ્ત થઈ.. ~ #369News

યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા ‘મતદાતા જાગૃતિ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

પાટણ તા. ૨૭પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ...