fbpx

પાટણ શહેર સહિત પંથકમાં સતત ચોથા દિવસે પણ મેઘો મન ભરીને વરસ્યો…

Date:

પાટણ તા. 25
હવામાન વિભાગની આગાહી ના પગલે પાટણ શહેર સહિત પંથકમાં ચોથા દિવસે પણ મેઘરાજા ની મહેર યથાવત્ રહેવા પામી હતી. પાટણ શહેર સહિત જિલ્લામા શનિવાર ની રાત્રિ થી લઈને રવિવારે દિવસભર મેઘરાજા મનભરીને વરસતાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.તો વરસાદ ની હેલી વરસતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

શનિવારે રાત્રિ થી શરૂ થયેલ મેધ વખત રવિવારે પણ દિવસ ભર યથાવત્ રહેતા શહેરના રેલવે ગરનાળા સહિત ના નિચાણ વાળા વિસ્તારો જળબંબાકાર બનતાં શહેરીજનોની મુશ્કેલીઓ વધી હતી.તો પદ્મનાભ મંદિર માગૅ પર વરસાદી પાણી ફરી વળતા દર્શનાર્થીઓને હાલાકી નો સામનો ભોગવવો પડ્યો હતો.

પાટણ શહેર સહિત પંથકમાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી આપતા ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં 87 એમ. એમ., રાધનપુરમાં 2 એમ. એમ., સિધ્ધપુર મા 44 એમ. એમ., હારીજ 6 એમ. એમ., સમી મા 7 એમ. એમ.,ચાણસ્મા 29 એમ. એમ.,શંખેશ્વર 9 એમ. એમ, સાંતલપુર 5 એમ. એમ. અને સરસ્વતી 53 એમ. એમ. વરસાદ નોધાયો હોવાનું ડિઝાસ્ટર વિભાગ ના સૂત્રોએ  જણાવ્યું  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related