જન્મથી જ બહેરાશ ધરાવતા બાળકોના ઓપરેશન ધારપુર ખાતે થશે…
પાટણ તા. ૧
પાટણ શહેર નજીક આવેલી ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ માં કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી શરૂ થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષથી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અને આ બાબતે સરકાર અને આરોગ્ય વિભાગ સમક્ષ અનેક વખત માગણી કરવામાં આવી હતી. જે માગણી ને સંતોષતા સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ માં કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી માટે ઉત્તર ગુજરાતમાં પ્રથમ કેન્દ્ર તરીકે પરવાનગી આપવામાં આવતા હોસ્પિટલના સત્તાધીશો અને સ્ટાફમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
આ બાબતે પાટણની ધારપુર મેડિકલ કોલેજ નાડીન ડૉ. હાર્દિકભાઈ શાહ એ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી જી એમ ઈ આર એસ ધારપુરમાં કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી શરૂ થાય તે માટે ધારપુર હોસ્પિટલ માં સેન્ટર ફાળવવા માટેની સરકાર મા માગણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જી એમ ઈ આર એસ ધારપુર મૅડિકલ કૉલેજ ઍન્ડ હોસ્પિટલને કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી શરૂ કરવા માટે ઉત્તર ગુજરાતનું પ્રથમ કેન્દ્ર ફાળવવામાં આવતા જી એમ ઈ આર એસ ધારપુર ને કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી માટે સેન્ટર મળતા ઉત્તર ગુજરાત ના બાળકો ને તેનો લાભ મળવાનો છે. અને જે બાળક જન્મથી જ બહેરાશ ધરાવતા હશે તેવા બાળકોના ઓપરેશન હવે ધારપુર ખાતે થશે તેવું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી