fbpx

પાટણની ભગવતી ઇન્ટર નેશનલ સ્કૂલના યજમાન પદે 13 મી વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. ૧
પાટણ શહેરની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટર નેશનલ સ્કૂલ ના યજમાન પદે વેસ્ટ ઝોનની 13 મી ફૂટલોબ સ્પર્ધાનો હેમચંદ્રા ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. સી પોરીયા ના અધ્યક્ષતા માં રવિવારે પ્રારંભ કરવા માં આવ્યો હતો.આ સ્પર્ધામાં માં દિવ, દમણ ગોવ સહિત ગુજરાત માંથી 67 ટીમો એ ભાગ લીધો છે. જેમાં 1200 થી વધુ ખેલાડીઓ આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા આવ્યા છે.આ વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધા ચાર દિવસ ચાલશે. જેમાં 4 તારીખે ફૂટબોલ ની ફાઇનલ મેચ રમાશે .જેમાં વિજેતા થનાર ટીમ નેશનલ કક્ષાએ રમવા જશે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે. સી.પોરીયા એ જણાવ્યું હતું કે આજથી એન જી એસ કેમ્પસમાં વેસ્ટ ઝોન ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે ત્યારે તન અને મનની કેળવણી માટે શિક્ષણ ની સાથે સાથે સ્પોર્ટ નું મહત્વ રહેલું છે. ફિઝિકલ ફિટનેસ એ આજની દરેક માણસની જરૂર થઈ ગઈ છે એ જરૂરીયાત ની અંદર જુદી જુદી પ્રકારની ગેમ પણ શિક્ષણની સાથે થવી જોઇએ અને જે એન જી એસ કેમપ્સ કરે છે એનો મને આનંદ છે.

ફૂટબોલ એ એવા પ્રકારની ગેમ છે કે જેની અંદર ટીમ સ્પીરીટ છે એ જાળવવી ખૂબ જરૂરી હોય છે એની સાથે સાથે ફૂટબોલમાં ટીમના સંયુક્ત પ્રયાસથી જીતી શકાય છે. એમાં જીત અને હાર છે એનું મહત્વ હોતું નથી. પણ પોતાની સ્કીલ પોતાનો મનને કેળવણી મળે જાગૃતતા એ ટીમને જીત સુધી લઈ જતી હોય છે મને આનંદ છે કે આપણા ગુજરાત રાજ્યના મોટા શહેરો છે જેમાં સુરત, વડોદરા, અમદાવાદ અને દિવ દમણ થી ટીમ આવેલી છે આ ત્રણ દિવસનો કાર્યક્રમ છે અને કાર્યક્રમ જે રીતે નેશનલ ગેમ્સ હોય એ પ્રકારના માહોલમાં આજે શરૂ થયો છે અને સર્વ કોચ સર્વ શિક્ષકો અને કેમ્પસના ડાયરેક્ટ પંચોલી સહિત સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.

એનજીએએસ કેમ્પસ ડાયરેક્ટર જે.એચ.પંચોલીએ જણાવ્યું હતું કે ભગવતી ઇન્ટર નેશનલ સ્કૂલ માં વેસ્ટ ઝોન ની 13 મી ફૂટલોબ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં માં દિવ, દમણ ગોવ સહિત ગુજરાત માંથી 67 ટિમો એ ભાગ લીધો છે. જેમાં 1200 થી વધુ ખેલાડીઓ આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા આવ્યા છે. આજથી કેમ્પસમાં રમત ગમત ની શરૂઆત થઈ છે. ફૂટબોલની ટુર્નામેન્ટ ચોથી તારીખે ફાઇનલ રમાશે અને ટીમ વિજેતા બનશે એ આગળ નેશનલ માં રમવા માટે જશે. મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ બરોડા અને સુરત અમદાવાદ મોટી સિટી માંથી ફૂટબોલ રમવા માટે આવ્યા છે .

વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધા ના ઉદ્ધાટન પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. સી. પોરીયા, એનજીએસ ના ડાયરેક્ટર જે.એચ.પંચોલી,સંસ્થાના CDO પ્રો. જય ધ્રુવ, આચાર્ય ડૉ. ચિરાગ પટેલ, સહિત ખેલાડીઓ, કોચ સહિત શિક્ષકો ઉપસ્થિત  રહ્યા  હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

જૈનોની નગરી પાટણ માં મહાવીર સ્વામી ભગવાનના 2420 માં જન્મ કલ્યાણ ની ભક્તિ સભરમાં માહોલ માં ઉજવણી કરાય..

જૈનોની નગરી પાટણ માં મહાવીર સ્વામી ભગવાનના 2420 માં જન્મ કલ્યાણ ની ભક્તિ સભરમાં માહોલ માં ઉજવણી કરાય.. ~ #369News

પાટણમાં રિક્ષા ચાલકે સાત વર્ષની બાળકીને રીક્ષામાં લઇ જઇ દુષ્કર્મ આચરતાં અરેરાટી વ્યાપી.

માસુમ બાળકી સાથે કુકર્મ કરનાર રિક્ષા ચાલકને પોલીસે ગણતરીના...

પૂનમના પવિત્ર દિવસે શ્રી બાળા બહુચર માતાજી ના મંદિર પરિસર ખાતે માતાજી ની અસવારી નીકળી..

પૂનમના પવિત્ર દિવસે શ્રી બાળા બહુચર માતાજી ના મંદિર પરિસર ખાતે માતાજી ની અસવારી નીકળી.. ~ #369News

રાધનપુરના ડો. પિડારીયા એ સફળ ઓપરેશન કરી મહિલા નાં પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઠી મહિલા ને નવ જીવન બક્ષ્યું.

રાધનપુરના ડો. પિડારીયાએ સફળ ઓપરેશન કરી મહિલાનાં પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઠી મહિલાને નવજીવન બક્ષ્યું. ~ #369News