પાટણ તા. ૨
રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સંસ્કાર ભારતી- ગુજરાત પ્રાંત દ્વારા ડૉ . આંબેડકર ઓપન યુનવર્સિટી, નિરમા યુનિ. પાસે કર્ણાવતી ખાતે રવિવારે આયોજિત વિવિધ કલા, સાહિત્ય તેમજ સંગીત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા ગુજરાતના પ્રસિદ્ધ કલાકારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, તેમજ સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
તેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છેવાડાના વિસ્તારમાં રહેતાં બારોટ શંકરભાઈ કાળાભાઈ ગોતરકા લોકવાદ્ય રાવણ હથ્થો ના વાદકનું સન્માન ગુજરાત રાજ્ય ના રાજયપાલ આચાર્ય દેવવ્રત જીના વરદ હસ્તે, સંસ્કાર પુરસ્કાર તા.01/09/2024ના રોજ થી સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણના કમલેશભાઈ સ્વામી (સંસ્કાર ભારતી – પાટણ વિભાગ) દ્વારા રમણીકભાઈ ઝપડિયા ( સંયોજક – સંસ્કાર ભારતી – ગુજરાત પ્રાંત) ને જિલ્લાના છેવાડાના વિસ્તારના આવા કલાકારોનું સન્માન થાય તે માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી