google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની શેઠ એમ.એન.હાઇસ્કુલ ના બાળકો એ સાયન્સ કાર્નિવલ 2024 માં ગોલ્ડ મેડલ મેળવ્યો..

Date:

પાટણ તા. ૧૪
વિજ્ઞાન દિનની ઉજવણી ના ભાગરૂપે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે સાયન્સ કાર્નિવલ – ૨૦૨૪ યોજાઈ ગયો.જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો, શાળાઓ દ્વારા વિશિષ્ટ વૈજ્ઞાનિક કૃતિઓ, ઓલ ઈન્ડિયા રામાનુ જન મેથ્સ ક્લબ દ્વારા ગણિત મોડેલ, ગણિત પઝલ, તેમજ રોલ પ્લે જેવી વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરેલ હતું. જેમાં રાજ્યભરની શાળાઓ માંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.

આ સાયન્સ કાર્નિવલ માં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની શેઠ એમ એન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પટેલ તક્ષ રાહુલભાઈ, પટેલ જોર્ક વિકાસભાઈ ,પટેલ અનમોલ સુધીરભાઈ અને રાવળ ઋષિલ પ્રકાશભાઈ એ શાળાના ગણિતશિક્ષક ડૉ.અલ્પેશભાઈ પટેલ ના માર્ગદર્શન નીચે રોલ પ્લે સ્પર્ધા માં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ અનુક્રમે ડો.વિક્રમ સારાભાઈ , સી વી રમન, સર જગદીશચંદ્ર બોઝ અને એપીજે અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકોનો રોલ પ્લે કર્યો હતો.

આ સાયન્સ કાર્નિવલ માં પટેલ જોર્ક પ્રથમ નંબરે, રાવળ ઋષિલ અને પટેલ તક્ષ દ્વિતીય નંબરે તેમજ પટેલ અનમોલ તૃતીય નંબરે વિજેતા બન્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સાયન્સ સીટીના જનરલ મેનેજર પરીખ, ચંદ્રમોલી જોશી તેમજ અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ગોલ્ડમેડલ, સિલ્વરમેડલ તેમજ પ્રમાણ પત્ર થી સન્માનવામા આવ્યા હતા. માર્ગદર્શક શિક્ષક ડૉ.અલ્પેશભાઈ પટેલ અને અર્જુનસિંહ વાઘેલાને પણ પ્રમાણપત્રથી સન્માનવામા આવ્યા હતા.આ બાળકો ને તૈયાર કરવામાં શાળા ના મદદનીશ શિક્ષક સંજય ભાઈ પટેલે નો પણ સવિશેષ ફાળો રહેલ હતો.આ વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ સમૂહ પ્રાર્થનામાં આચાર્ય ધનરાજભાઈ ઠક્કર, સી.આર.સી હરેશભાઈ દરજી સહિત શાળાનો શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યા માં બાળકોની હાજરીમાં પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનવામાં આવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી.. ~ #369News

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો..

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.. ~ #369News