fbpx

શ્રી પદ્મનાભ મંદિર અને શ્રી પદ્મનાભ મુક્તિધામ માં સખાવત આપનાર દાતાઓને સન્માનિત કરાયા..

Date:

પાટણ તા.૩
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના સપ્તરાત્રી મેળામાં અમેરિકા ખાતે સ્થાયી થયેલા પાટણ પ્રજાપતિ સમાજના દાતા પરિવારના લોકો તેમજ પાટણ ખાતે રહેતા સ્થાનિક દાતા પરિવારો દ્રારા શ્રી પદ્મનાભ મંદિર અને શ્રી પદ્મનાભ મુક્તિ ધામમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા ઉદાર હાથે દાન અપૅણ કરવામાં આવ્યું હોય જેને ધ્યાનમાં રાખીને શ્રી પદમનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર અને શ્રી મુક્તિ ધામ વિકાસ સમિતિ દ્વારા દાતા પરિવારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ મુક્તિ ધામના પ્રાર્થના હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા અને સમાજના તમામ નાના મોટા ધાર્મિક, સામાજિક પ્રસંગોમાં ઉદાર હાથે હર હંમેશા સખાવત અર્પણ કરતા સારથી હોન્ડા શોરૂમ ના માલિક ભરતભાઈ ગિરધરલાલ પ્રજાપતિ પરિવારે શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસરના નવીન મુખ્ય પ્રવેશદ્વાર બનાવી આપવા માટે તેમજ શ્રી પદ્મનાભ મુક્તિધામના મુખ્ય પ્રવેશ દ્વારને બનાવી આપવા માટે પાટણ ના વૃંદા વન આર્કેડ વાળા નવનીતભાઈ ડાહ્યાલાલ પ્રજાપતિ(કોન્ટ્રાક્ટર) પરિવારે જવાબ દારી સ્વીકારતા શ્રી પદમનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર અને મુકિતધામ સમિતિ સહિત ઉપસ્થિત સમાજના સૌએ બન્ને દાતા પરિવારની ઉદારતાને સરાહનીય લેખાવી હતી.

આ તબકકે શ્રી પદમનાભ મંદિર પરિસર ખાતે ભગવાન ના દશૅન માટે આવતાં વૃધ્ધ,અશક્ત લોકોની સુવિધા અર્થે ત્રણ વ્હિલચેર કે જેના થકી આવા દશૅનાર્થીઓ શ્રી પદમનાભ વાડી પરિસરમાં ભગવાન ના દશૅન નો લાભ લઈ શકે તેવા ઉમદા હેતુથી પ્રજાપતિ ( પટવા) હર્ષિલાબેન પ્રવિણભાઈ અને ઓઝા રીના બેન મુકેશભાઈ પરિવાર દ્વારા અપૅણ કરવા બદલ પણ બન્ને પરિવારનો શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવારે આભાર વ્યકત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની તપોવન સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ..

યોગગુરૂ દ્વારા તંદુરસ્ત જીવન માટે યોગ પ્રાણાયામ જરૂરી હોવાનું...