fbpx

પાટણના અંબાજી નેળીયા વિસ્તારમાં કપિરાજ નો આતક દસથી વધુ રહીશો ને બચકા ભયૉ…

Date:

પાટણ તા. ૧૪
પાટણ શહેરના વિકસિત એવા અંબાજી નેળીયા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થી કપિરાજે આતંક મચાવી વિસ્તારમાં રહેતા દસથી વધુ રહિશો ને બચકા ભરતાં લોકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો બનાવની જાણ વિસ્તારના કોર્પોરેટર જયેશભાઈ પટેલને થતા તેઓએ વન વિભાગના અધિકારીનો સંપર્ક કરી કપીરાજને પાંજરે પુરવાના ચક્રો ગતિમાન બનાવ્યા છે.

પાટણ શહેરના વિકસિત એવા અંબાજી નેળીયા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થી આતંક મચાવતાં કપિરાજે વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર આજુબાજુની અંબિકા ટાઉનશીપ,રાજકમલ ટાઉનશીપ, રાધેશ્યામ બંગલો, શૈલજા બંગલો, શ્રી વિલા બંગ્લોઝ તથા યશ ટાઉનશીપમાં રહેતા નાના-મોટા વ્યક્તિઓ ઉપર હુમલા કરીને બચકાં ભરતા દસથી વધુ લોકો ઈજાગ્રસ્ત બનતા વિસ્તાર ના લોકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ બાબતે વિસ્તાર ના કોર્પોરેટર જયેશભાઈ પટેલને જાણ થતાં તેઓએ આ બાબતે વન વિભાગ ને જાણ કરી કપિરાજ ને પાંજરે પુરવા ચક્રો ગતિશીલ બનાવતા ગુરૂવારે સાંજે કપિરાજ ને પાજરે પુરવા અનેક પ્રયુકિતઓ હાથ ધરવામાં આવી છે જોકે આ સમાચાર લખાઈ છે ત્યાં સુધી કપિરાજ ને પાજરે પુરવામાં સફળતા ન મળી હોવાનું જાણવા મળ્યું છે. કપિરાજ ના આતંકને લઈ વિસ્તાર ના રહીશો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રથયાત્રા ના મીડિયા ઇન્ચાર્જ યશપાલ સ્વામીના વરદ હસ્તે મહાનુભાવો ને સન્માનિત કરાયા..

પ. પૂ. વાગિશ કુમારે પત્રકાર ક્ષેત્રમાં સારી કામગીરી કરવા...

પાટણને હેરીટેજ સિટી જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પાટણના આગેવાનો..

પાટણ તા. 8 ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા...

પાટણ શહેરમાં વરસાદમા ધોવાણ થયેલા માર્ગોનું પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું..

રેલ્વે ગરનાળા પાસેના સમારકામની કામગીરીનું શહેર ભાજપ પ્રમુખ, પાલિકા...