fbpx

પાટણના બાલીસણા બબાસણા માર્ગ પરની કેનાલના બોરી બંધ માથી બબાસણા ના યુવાનની લાશ મળી..

Date:

પાટણ તા. ૪
પાટણ તાલુકાના બાલીસણા-બબાસણા ગામ વચ્ચે થી પસાર થતી સુજલામ સુફલામની કેનાલમાં પાણીના આવરાને સંગ્રહિત કરવા બનાવાયેલા બોરી બંધ માં બુધવાર ની સવારે એક યુવાનની લાશ મળી આવી હોવાની ઘટના ની જાણ પાટણ તાલુકા વિકાસ અધિકારી ચેતનભાઇ પ્રજાપતિ તેમજ મામલતદાર સહિત બબાસણા ના તલાટી કમ મંત્રી પાયલબેન જાની ને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી બાલીસણા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી લાશને પાણી માથી બહાર કાઢી લાશનું પંચનામું કરી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાશ ને મોકલી આપી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી હકીકત મુજબ બુધવારની વહેલી સવારે બાલીસણા – બબાસણા માર્ગ પર સુજલામ સુફલામ કેનાલ પર બાંધવામાં આવેલા બોરી બંધ માં સંગ્રહિત પાણીમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણ પાટણ તાલુકા વિકાસ અધિકારી ચેતન ભાઇ પ્રજાપતિ અને મામલતદાર સહિત બબાસાણાના તલાટી કમ મંત્રી પાયલબેન જાની ને થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી પાણી ઉપર તરતી યુવાનની લાશને બહાર કઢાવી બાલીસણા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી લાશની ઓળખ વિધિ કરતાં લાશ બબાસણા ગામના રાજપુત ભાર્ગવસિહ રજુજી ઉ. વ ૨૨ ની હોવાનું જાણવા મળતા મૃતક ના પરિવારજનો ધટના સ્થળે બોલાવી પોલીસે લાશનું પંચનામું કરી લાશને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી પોલીસે આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બબાસણા ગામના ભાર્ગવ સિંહ રાજપુતે કોઈ કારણો સર આત્મ હત્યા કરી છે કે તેઓની હત્યા કરવામાં આવી છે તે બાબતે મૃતક ના પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. જોકે આ બનાવના પગલે મૃતક ના પરિવારજનો અને બબાસણા ના ગ્રામજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકાની ટીપી કમિટીમાં બીયુ પરમિશન ફરજિયાત ઓનલાઇન સાથે લેબર સેસ ચાર્જ ચો.મી એ.રૂ.30 કરાયો..

પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક ચેરમેન ના અધ્યક્ષ...