fbpx

છેલ્લા 25 વષૅથી સેટેલાઈટ વિસ્તારમાં કરાતી ગણેશ ઉત્સવ ની ઉજવણી..

Date:

પાટણ તા. 4
ગણેશ મહોત્સવનું મહારાષ્ટ્રની સાથે સાથે હવે ગુજરાતમાં પણ મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં પણ નાના મોટા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વિઘ્ન હર્તા ગણેશજીની પ્રતિમાને ગણેશ ભક્તો દ્વારા ભક્તિ સંગીતના સૂરો વચ્ચે વાજતે-ગાજતે પોતાના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તાર સહિત પોતાના ધર મંદિરમાં પોતાની યથાશકિત મુજબના દિવસો માટે સ્થાપન કરી નિત્ય તેની પુજા-અચૅના સાથે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતાં હોય છે.

ત્યારે છેલ્લા 25 વષૅથી અમદાવાદ ના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પાટણ ના વતની અને પ્રજાપતિ સમાજના સેવાભાવી અગ્રણી કમલેશભાઈ પ્રજાપતિ અને તેમના મિત્રો નિરજભાઈ જોષી, અશોકભાઈ પટેલ સહિત વિસ્તારના રહીશોના સુંદર સહકાર વચ્ચે શ્રી ગજાનન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી ગણેશ ઉત્સવ ની ભક્તિ સભર કાર્યક્રમ થકી ઉજવણી કરવામા આવે છે.

ત્યારે ચાલુ વર્ષે પણ કમલેશભાઈ પ્રજાપતિ અને તેમના મિત્રો સહિત વિસ્તારના ભકિત પ્રિય રહિશો ના સુંદર સહકાર થી વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમા ને વાજતે ગાજતે લાવી ભૂદેવો ના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે તેનું સ્થાપન કરવામાં આવ્યું છે.

સેટેલાઈટ વિસ્તારમાં છેલ્લા 25 વષૅથી આયોજિત કરવામાં આવતાં ગણેશ મહોત્સવના આ પાવન ઉત્સવમાં મોટી સંખ્યામાં ગણેશ ભકતો ઉપસ્થિત રહી નિત્ય પુજા-અચૅના સાથે ધાર્મિક ઉત્સવો ઉજવી પવૅ ને યાદગાર બનાવી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત જિલ્લા માં સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ તાલીમ અપાશે..

પાટણ શહેર સહિત જિલ્લા માં સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ તાલીમ અપાશે.. ~ #369News

ચાણસ્મા કોલેજ ખાતે સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. 22ચાણસ્માના કોલેજ ખાતે સંસ્કૃત વિભાગના ઉપક્રમે સંસ્કૃત...