પાટણ તા. ૧૩
10 (દસ) ગામ દીઠ ફરતા મોબાઇલ પશુદવાખાના અને 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કૉ – ઓર્ડીનેશન કમિટીની સમીક્ષા બેઠક શનિવારે કલેકટર અરવિંદ વિજયન ના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ પાટણ શહેર તેમજ બિનવારસી પશુ-પક્ષીઓની સારવાર બાબતે કલેક્ટરે સમીક્ષા કરી હતી. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ પાટણ શહેર ખાતે કાર્યરત છે.
જે થકી બિનવારસી પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં જે 10(દસ) ગામ દીઠ 13(તેર) મોબાઇલ પશુ દવાખાના કાર્યરત છે તેના દ્વારા માલિકીના અને બિનવારસી પશુ-પક્ષીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે.
બેઠકમાં ચર્ચા થઈ તે મુજબ 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા વર્ષ 2023-24માં પાટણ શહેરના 4286 બિનવારસી પશુ-પક્ષી ઓને સારવાર આપવા માં આવી છે.
તથા 10 (દસ) ગામ દીઠ ફરતા 13 (તેર) મોબાઇલ પશુ દવાખાના થકી જિલ્લામાં વર્ષ 2023-24 માં 45,913 પશુ-પક્ષીઓને વિનામૂલ્યે સારવાર આપવા માં આવી છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. એમ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, તેમજ સબંધિત અધિકારી ઓ ઉપસ્થિત રહયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી