ઉપરોક્ત પૂજાનો લાભ લેવા ઈચ્છતા ભક્તોએ પોતાના નામની નોંધણી કરાવવા અપીલ કરાઈ.
પાટણ તા. ૫
ધર્મની નગરી પાટણ શહેરમાં વિશ્વના એકમાત્ર પ્રથમ એવા રોટલીયા હનુમાન દાદા ના મંદિર પરિસર ખાતે શ્રાવણ માસ દરમિયાન સુચિત સ્થાપિત કરવામાં આવેલા શ્રી રોટલેશ્વ મહાદેવની શિવ ભકતો દ્રારા આખો માસ પૂજા-અર્ચના સાથે સવા લાખથી વધુ બીલીપત્ર અને એક લાખ રોટલી નો અભિષેક કરવામાં આવ્યો હતો.
શ્રી રોટલેશ્વર મહાદેવ ને કરાયેલ રોટલી ના અભિષેક બાદ તે રોટલીઓ ગૌશાળામાં બીમાર ગાયોને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવી હતી. તેમજ શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે રાત્રે ભજન મંડળી સાથે ભજનનો આનંદ લેવા ભાવિ ભક્તો નો મેળાવડો જોવા મળ્યો હતો. અમાસના દિવસે 11 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરેલ જેનો પાટણની ધમૅપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી રોટલીયેશ્વર મહાદેવ
ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસ દરમ્યાન શ્રી રોટલીયેશ્વર મહાદેવ ના દશૅનાર્થે પધારેલા હજારો ભાવિ ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તે માટે સિદ્ધહેમ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતના સેવકો દ્વારા ખુબ સરસ આયોજન કરેલ હતું.
શ્રી રોટલીયેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી કેવડા ત્રીજ ની પૂજા બપોરે 12:00 વાગે તથા ઋષિપંચમીની પૂજા કરાવવામાં આવશે તો દરેક ભક્તો એ આ પુજામા પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તો જે ભાવીક ભક્તોને પૂજા કરવાનો લાભ લેવો હોય તેમને શાસ્ત્રી પિયુષ ભાઈ વ્યાસના મો.નં ૯૯૧૩૯૩૧૮૩૫ પર અગાઉ થી સંપકૅ કરી નામ નોંધાવવા જણાવાયું છે.
અહેવાલ યશપાલ સ્વામી