fbpx

ચાણસ્મા ના જિતોડા-જાખાના રોડ નજીકના ખેતર માથી વિકૃત અને કહેવાયેલી હાલતમાં યુવાનની લાશ મળી..

Date:

પાટણ તા. ૫
ચાણસ્મા તાલુકાના જિતોડા-જાખાના રોડ નજીક કપાસના ખેતરમાં જી. ઇ.બી.ના થાંભલા પાસેથી એક ઈસમની વિકૃત હાલતમાં બુધવારે સાંજે વિકૃત હાલતમાં લાશ પડી હોવાની જાણ ચાણસ્મા પોલીસ ને થતાં ચાણસ્મા પીએસઆઇ સહિતના સ્ટાફના માણસોએ ઘટના સ્થળે દોડી જઈ વિકૃત અને કોહવાઈ ગયેલ લાશ નું પંચનામું કરી તેની ઓળખ વિધિ માટે ના ચક્રો ગતિમાન કરી લાશને અમદાવાદ સિવિલ ખાતે મોકલી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું ચાણસ્મા પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

આ બનાવની ચાણસ્મા પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ બુધવારના રોજ ચાણસ્મા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે તાલુકાના જિતોડા-જાખાના માર્ગ પર આવેલા કપાસના એક ખેતરમા જીઈબીના થાંભલા પાસે કોઈ અજાણ્યા ઇસમની કોહવાઈ ગયેલી હાલતમાં વિકૃત લાશ પડી છે.

જે બાતમીના આધારે ચાણસ્મા પીએસઆઇ સહિત ના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વિકૃત બનેલી લાશ નું બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું. પરંતુ લાશ વિકૃત અને કોહવાઈ ગયેલ હોય કોઈ ઓળખ વિધિ માટે ના કોઈ ચિન્હો ન મળી આવતા પોલીસે લાશ નું પંચનામુ કરી લાશ ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોક્ત લાશ જોતા આ લાશ દસ થી પંદર દિવસ કરતા વધુ સમયથી પડી હોય અને લાશને ઝેરી જીવજંતુઓ અથવા કોઈ જંગલી જાનવરોએ વિકૃત બનાવી હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી.

જો કે લાશની ઓળખ વિધિ ન થતી હોય ઓળખ વિધિ બાદ જ સાચી હકીકત મળી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. આ વિકૃત લાશ મામલે હાલમાં પોલીસ દ્વારા તેના વાલી વારસની ઓળખ થાય તે હેતુસર છેલ્લા પંદર- વીસ દિવસમાં ગુમ થયેલ હોય તેવા વ્યકિત મામલે પોલીસે તપાસ ધરી છે તો આ વિકૃત લાશ ના વાલી વારસો ની કોઈ ને પણ જાણ થાય તો ચાણસ્મા પો.સ્ટે.ના ટેલીફોન નંબર 02734 222019 તથા મો.નં 9925271313 ઉપર જાણ કરવા ચાણસ્મા પોલીસે જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમ વાર પ્રજાપતિ સન્માન એવોર્ડ કાર્યક્રમ યોજાયો..

સમાજમાં યોગ્ય સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ...

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.. ~ #369News

પાટણના જાળેશ્વર પાલડી ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચ નું જિલ્લા પોલીસ વડાએ ઉદ્ઘાટન કર્યું…

પાટણના જાળેશ્વર પાલડી ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચ નું જિલ્લા પોલીસ વડાએ ઉદ્ઘાટન કર્યું… ~ #369News

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું..

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું.. ~ #369News