fbpx

શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર ખાતે પંચકુટી દાળ અને રોટલીનો પ્રસાદ અપૅણ કરાયો..

Date:

પાટણ તા. 5
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ અને શ્રી ગોપેશ્વર મહાદેવ સેવક સમિતિ ના સેવાભાવી યુવાનો દ્વારા ગુરૂવારના પવિત્ર દિવસે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી પદ્મનાભજીના પ્રસાદ સ્વરૂપે અપૅણ કરવામાં આવતા પંચકુટી દાળ અને ઉધા કલાડા ઉપર દેશી ચુલા પર પ્રજાપતિ સમાજના વડીલ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી રોટલીઓ ઉપર લથપથ શુધ્ધ ઘી ચોપડી સાથે ગોળ અને ઘી માંથી તૈયાર કરવામાં આવેલ ગળીયા ના સમૂહ પ્રસાદનું મેઘરાજાની રીમઝીમ હેલી વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ પ્રજાપતિ સમાજ ના અંદાજિત 2000 થી વધુ ભક્તોએ ભગવાન શ્રી પદ્મનાભજીની પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવેલ પંચકુટી દાળ અને રોટલી સહિત ગળીયા નો પ્રસાદ ભગવાનની હરમાણી બોલી સમૂહમાં ગ્રહણ કરી ભગવાન શ્રી પદ્મનાભજી સન્મુખ વિશ્વ શાંતિ ની પ્રાર્થના સાથે ભગવાન ના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

પાટણ પ્રજાપતિ સમાજ પાટણ અને શ્રી ગોપેશ્વર મહાદેવ સેવક સમિતિ ના સેવાભાવી કાર્યકર્તાઓમાં ચિંતન પ્રજાપતિ, શાંતિભાઈ સ્વામી, યશપાલ સ્વામી, મહેશ દલવાડી, ઈશ્વર જય ભોલે, કમલેશ સ્વામી, કનુ મિસ્ત્રી, સંજય સ્વામી, ભાઈચંદ પ્રજાપતિ, વિજય સ્વામી, મહેશ સ્વામી, પિયુષ પ્રજાપતિ, મુકેશ મિસ્ત્રી, દિપક સ્વામી, ગૌતમ પ્રજાપતિ, બકુલ પ્રજાપતિ સહિત ના સભ્યો દ્વારા શ્રાવણ માસની પુર્ણાહુતિ નિમિત્તે મેઘરાજાની અમી વર્ષા વચ્ચે આયોજિત આ પંચકુટી દાળ રોટલીના પ્રસાદના આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર તાલુકાના અમીરપુરા થુંમ્બડી ખાતે પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી..

રાધનપુર તાલુકાના અમીરપુરા થુંમ્બડી ખાતે પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી.. ~ #369News

અયોધ્યા ઉત્સવ નિમિત્તે સતત 21 દિવસ સુધી હનુમાન ચાલીસા સાથે રામધૂન યોજાઈ..

ગણેશ મિત્ર મંડળ,યશ એપાટૅમેન્ટ અને યશનગર ના રહીશોએ પ્રતિષ્ઠા...

પાટણથી અયોધ્યા મહોત્સવમાં સૌથી નાની 11 વર્ષીય અવિષ્કા મુદગલ સહભાગી બની ધન્ય બની..

અયોધ્યા થી પાટણ પરત ફરેલી અવિષ્કા નું ભવ્ય સ્વાગત...

પાટણ નગરપાલિકા ઈબાલાગત કમિટીના ચેરમેન કપિલાબેન સ્વામી એ ચાજૅ સંભાળ્યો..

પાટણ તા. 3પાટણ નગરપાલિકાની આગામી અઢી વર્ષ માટેની જવાબદારી...