બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાશે..
પાટણ તા. ૪
પાટણના મોરપા પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે સેવા આપી રહેલા પાટણના પ્રજાપતિ હર્ષદ કુમાર જીવણલાલ ની ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આગામી તારીખ છઠ્ઠી ઓક્ટોબર ના રોજ ગાંધીનગર ખાતે તેઓને બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત શિક્ષણ સેવા રત્નનો એવોર્ડ એનાયત કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે આગામી તારીખ 6 ઓક્ટોબર ના રોજ મોરપા પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક હર્ષદભાઈ પ્રજાપતિ ને બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હોય જેને લઈને સમગ્ર પ્રાથમિક શાળા પરિવાર અને સમગ્ર ગ્રામજનો સાથે પ્રજાપતિ સમાજમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
મોરપા પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક હર્ષદભાઈ પ્રજાપતિ તેમના શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને વિવિધ પહેલો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા અને સમર્થન આપવાના સતત પ્રયાસો માટે ઓળખવામાં આવે છે.
શિક્ષણ ક્ષેત્રે તેમની નવીન પ્રવૃતિઓએ તેમને ફાઉન્ડેશન તરફથી પ્રશંસા અને માન્યતા પ્રાપ્ત કરી હોય જે બદલ મોરપા પ્રાથમિક શાળાના આચાર્ય સહિત ગામના સરપંચ તેમજ પ્રજાપતિ સમાજ ગૌરવની લાગણી અનુભવી હર્ષદભાઈ પ્રજાપતિ ની શિક્ષણ સેવા રત્ન એવોર્ડ પસંદગીને સરાહનિય લેખાવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી