fbpx

પાટણ યુનિવર્સિટી દ્વારા પીએચડી માં પ્રવેશ મેળવેલા 438 વિદ્યાર્થી ઓનો 13 દિવસીય કોર્સ વર્ક યોજાશે..

Date:

પાટણ તા. ૪
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની દ્વારા PHD માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની આગામી તા.14 ઓક્ટોબર થી તા.26 ઓકટોબર એમ 13 દિવસ 438 વિદ્યાર્થીઓનો કોર્સ વર્ગ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા પીએચડી કોર્સ વર્કનું 13 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હોવા અંગે ની માહિતી આપતા યુનિવર્સિટી ડો. કે.કે.પટેલે જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે યુજીસીના નિયમ અંતર્ગત 13 દિવસના કોર્સવર્કનું આયોજન કરવામાં આવ્યું છે જે તા. 14 થી 26 ઓગસ્ટ સુધી ચાલશે જે પીએચડીનો કોર્સ વર્ક ફરજિયાત હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ કોર્સવર્કમાં પીએચડી અંતર્ગત થનાર સંશોધન કાર્ય તેમજ વિષયલક્ષી અધ્યયન વર્ક અંતર્ગત મહત્વની માહિતી અને તાલીમ આપવામાં આવે છે. યુનિવર્સિટી કેમ્પસ ખાતે પીએચડી કોર્સવર્ક ના આયોજનમાં 438 વિદ્યાર્થીઓનો સાયન્સ, મેનેજમેન્ટ, કોમર્સ, એજ્યુકેશન અને લો સહિત આર્ટસ વિષયનો કોર્સવર્ક યોજાશે. જેમાં અલગ અલગ તજજ્ઞ દ્વારા માહિતી આપવા આવશે. ત્યાર બાદ 26 મી તારીખે કોર્સ વર્ક ની પરીક્ષા યોજવામાં આવશે. જેમાં 55 માર્કસ લાવના રહશે તેવુ યુનિવર્સિટી ડો.કે. કે. પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની બોમ્બે મેટલ પ્રા. શાળામાં અંધ શ્રદ્ધા દુર કરવાનો કાર્યક્રમ યોજાયો.

પાટણ તા. ૧૩પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળા ખાતે બુધવારે...

પાટણ યુનીવસિટી ખાતે ઉમાશંકર જોશી વ્યાખ્યાન માળા યોજાઈ..

પાટણ તા. ૧પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના બોર્ડ...