સ્વ.સુયૉબેન પ્રવિણચંદ્ર સાલવીની પ્રાથૅના સભામાં પાટણના નગરજનોએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ..

પાટણ તા. ૨
પાટણના જાણીતા તબીબી ડો.પ્રફુલ્લભાઈ સાલવી અને અમદાવાદમાં એન્જિનિયર તરીકે આગવી ઓળખ ઉભી કરનાર કિશનભાઈ સાલવી તેમજ બહેનશ્રી યામિનીબેન શાહ ના માતૃશ્રી સૂર્યાબેન પ્રવીણચંદ્ર સાલવી તા.૧ લી એપ્રિલ ના રોજ ટુકી માંદગી બાદ શ્રીજી ચરણ પામેલ.સ્વ.ની અંતિમયાત્રા સોમવાર ના સવારે ૮ કલાકે તેઓના પાટણ સ્થિત નિવાસ સ્થાન ૫-એ કૃષ્ણપાર્ક સોસાયટી રેલવે નાળા એથી નિકળી હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

સ્વ.ની અંતિમયાત્રા મા સગા-સંબંધીઓ અને સ્નેહીજનો સાથે પાટણના તબીબો, એન્જિનિયરો, એડવોકેટો, સહિતના નગરજનોએ જોડાઈ સ્વ.ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મંગળવારે સ્વ.સુયૉબેન સાલવી ની આત્માની શાંતિ માટે શહેરના સુભાષ ચોક નજીક આવેલ કડવા પાટીદાર સમાજ ની વાડી ખાતે પ્રાથૅના સભા યોજાઈ હતી.

જેમાં પણ સ્વ.ના પરિવારજનો, સગા સંબંધીઓ- સ્નેહીજનો સાથે પાટણ ના તબીબો, એન્જિનિયરો, વકીલો, વેપારીઓ સહિત પાટણના નગરજનોએ ઉપસ્થિત રહી સ્વ.ની ફોટો પ્રતિમાને પુષ્પાંજલિ સમર્પિત કરી શ્રધ્ધા – સુમન સાથે સ્વ. ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સ્વ. સુયૉબેન સાલવી ના આત્માની શાંતિ માટે આયોજિત પ્રાથૅના સભામાં ઉપસ્થિત સૌ આગંતુકો નો દુ:ખની ધડીમા ઉપસ્થિત રહી સાંત્વના પાઠવવા બદલ ડો. પ્રફુલ ભાઈ સાલવી, કિશનભાઈ સાલવી અને યામિનીબેન શાહ પરિવારે આભાર ની લાગણી પ્રગટ કરી હતી.