google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૨૪
પાટણ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા માંથી આવેલા અરજદારોએ પોતાની ફરીયાદ જીલ્લા કલેકટર સમક્ષ રજૂ કરી હતી. જિલ્લાના નાગરિકોના પ્રશ્નો મામલે હકારાત્મક વલણ દાખવી તેમના પ્રશ્નોના નિરાકરણ સંબંધિત અધિકારીઓને કલેકટર દ્વારા સૂચના આપવા માં આવી હતી.

જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેકટરે નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદો અંગે અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા. જે સંદર્ભે જિલ્લા કલેકટરે અરજ દારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, મદદનીશ કલેકટર કુ.હરિણી કે.આર, સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ના ટોક ઓફ ધ ટાઉન બનેલા માનવ કંકાલ નું સાચું રહસ્ય ડીએનએ રિપોર્ટ બાદ જ બહાર આવશે : પોલીસ વડા..

સિધ્ધપુર ના ટોક ઓફ ધ ટાઉન બનેલા માનવ કંકાલ નું સાચું રહસ્ય ડીએનએ રિપોર્ટ બાદ જ બહાર આવશે : પોલીસ વડા.. ~ #369News

પાટણ સિધ્ધપુર ચાર રસ્તા માર્ગ પર ટર્બો ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચી..

પાટણ સિધ્ધપુર ચાર રસ્તા માર્ગ પર ટર્બો ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચી.. ~ #369News

પાટણ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ખેરાલુ ના ભરત ડાભી ને રિપીટ કરાયા…

શિક્ષણ,આરોગ્ય અને રેલ્વે સહિત પાટણ લોકસભા વિસ્તાર ની સમસ્યાનું...