પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા વિશાળકાય અજગરનું એક્સ્યુ કરાયુ….
પાટણ તા.૧
પાટણ જિલ્લા સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણી તેમજ નાના મોટા સાપ સહિત અજગરો જેવા વન્ય પ્રાણીઓ નીકળવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આવી જ એક ધટના રવીવાર નાં રોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ના ગોલીવાડા ગામની સીમની એક ખેત તલાવડીમાં વિશાળકાય અજગર આવતા આસપાસના લોકોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામની સીમની એક ખેત તલાવડીમાં એક વિશાળ કાય અજગર જોવા મળતાં ખેત તલાવડી નજીકમાં રહેતા લોકોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો જ્યારે આ સંદર્ભે પાટણ સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામના જાગૃત લોકો દ્વારા પાટણ વન વિભાગને જાણ કરાતા પાટણ વન વિભાગ દ્વારા પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ ની ટીમને જાણ કરાતા શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ રાજુભાઈ રાવળ સહિત તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને વિશાળ કાય અજગરને શોધીને રેક્સયું કરવાની કામગીરી હાથ ધરી હતી જ્યારે આ સમગ્ર ઘટના દરમિયાન પાટણ જિલ્લા વન વિભાગ ના અધિકારી આર.એફ.ઓ.ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા આ વિશાળકાય અજગર ને રેક્સયું કરી બનાસકાંઠા જિલ્લાના બાલારામ જંગલ ખાતે છોડી દેવામાં આવતા સરસ્વતિ તાલુકાના ગોલીવાડા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.