fbpx

પ્રતિબંધીત ચાઇનીઝ દોરી, માંઝા ફીરીકીઓનુ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને LCB PATAN એ દબોચ્યા..

Date:

શ્રમજીવી, સિદ્ધી સરોવર અને સિધ્ધપુર ચાર રસ્તા નજીક રહેતા ત્રણ ઈસમો પાસેથી ચાઇનિઝ દોરી નો રૂ.૯૯૦૦ નો જથ્થો મળી આવ્યો..

પાટણ તા.૪
પાટણ શહેર સહિત સમગ્ર જીલ્લામાં ચાઇનીઝ દોરાઓ, માંઝાઓના વપરાશ ઉપર પ્રતિબંધ લાદવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલા આદેશના પગલે પાટણ એલસીબી પોલીસ ટીમ દ્વારા ચક્રો ગતિમાન કરી શહેરના શ્રમજીવી અને સિધ્ધપુર ચાર રસ્તા વિસ્તાર માંથી ત્રણ ઈસમોને ચાઇનિઝ દોરી, ફીરકી સહિતના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર માં ચાઈનીઝ દોરી નુ વેચાણ કરતાં ઈસમો ને નસિયત કરવા પાટણ એલસીબી પીઆઇ આર.કે. અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી. ના પો.સ.ઇ. એચ.ડી.મકવાણા, પો.સ.ઇ.વી. એન.પંડ્યા તથા પો.સ.ઇ. એ.પી.જાડેજા તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો દ્વારા બાતમીના આધારે પાટણ જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાં જાહેરનામાનો ભંગ કરતા કુલ ત્રણ ઇસમોને ચાઈનીઝ દોરી નાં મુદામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ પાટણ સીટી બી ડિવીઝન ખાતે ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

ચાઈનીઝ દોરી ના જથ્થા સાથે ઝડપાયેલા ઈસમો પૈકી પટ્ટણી ટીનાભાઇ ગોવીંદભાઇ રહે શ્રમજીવી સોસાયટી સિધ્ધપુર ચાર રસ્તા પાટણ, પટ્ટણી કાલુભાઇ નારણભાઇ રહે-ખાનસરોવર પાટણ અને ઠાકોર અરવિંદજી બાબુજી રહે શ્રમજીવી સોસાયટી સિધ્ધપુર ચાર રસ્તા પાટણ વાળો હોવાનું જાણવા મળ્યું છે તેઓની પાસેથી મોઝા/દોરી ની ફીરકી ના બોક્ષ મળી કુલ રૂ.૯૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ અને કાકોશી ખાતે થી ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ત્રણ ઇસમો એલસીબી ટીમે ઝડપી લીધા..

ચાઈનીઝ દોરી નાં ૯૩ બોકસ કિ.રૂ.૨૧૧૫૦ નો મુદ્દામાલ કબજે...

પાટણ- સિધ્ધપુર માગૅ પર સ્કોડા અને ઈકો વચ્ચે અકસ્માત સજૉતા 4 લોકો ધવાયા..

અકસ્માત ગ્રસ્ત સ્કોડા કાર માથી વિદેશી દારૂ અને બિયર...

ચાવી બનાવવા ઘર માં આવેલા બે ઇસમ રૂ. 6.27 લાખના ઘરેણાં લઈ ફરાર

ચાવી બનાવવા ઘર માં આવેલા બે ઇસમ રૂ. 6.27 લાખના ઘરેણાં લઈ ફરાર ~ #369News

હારીજ હાઇવે પરની પાઘડી હોટલ પર જમવા બાબતે ત્રણ શખ્સો એ ફાયરિંગ કરતા સનસનાટી મચી..

હારીજ હાઇવે પરની પાઘડી હોટલ પર જમવા બાબતે ત્રણ શખ્સોએ ફાયરિંગ કરતા સનસનાટી મચી.. ~ #369News