fbpx

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે હાઇડ્રોપોનીક્સ અને આધુનિક કૃષિ વિશે વર્કશોપ યોજાયો…

Date:

પાટણ તા.૧૦
રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઇનોવેશન ક્લબ અંતગર્ત હાઇડ્રોપોનીક્સ અને આધુનિક કૃષિ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 450 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. Theme સુમિત શાસ્ત્રીએ આવેલ તમામ સહભાગીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવામાં સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું હતું. ત્યારબાદ, નિષ્ણાત ગાઈડ દ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત આ વર્કશોપમાં ખેતીની જળકૃષિ (હાઇડ્રોપોનીક્સ) પદ્ધતિની વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આધુનિક કૃષિ ટેકનોલોજીમાં વપરાતા યંત્રો જેમ કે ટપક પ્રણાલી, સોયલ મોઈશ્ચર સેન્સર, હુમિડિટી મીટર, ડ્રોન, મોબાઈલ મોનીટરીંગ વગેરેનું નિદર્શન અને તેના ઉપયોગ દ્વારા કેવી રીતે ખેતીને આધુનિક તથા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા તેના વિશે મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં ચરી ને પરત ફરતા 35 ઘેટાંઓના મોત નિપજ્યા..

સાતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં ચરી ને પરત ફરતા 35 ઘેટાંઓના મોત નિપજ્યા.. ~ #369News

વારાહી ના શેરપુરા ખાતેથી અનઅધિકૃત પામોલીન તેલના 960 પાઉચ સાથે એક શખ્સ ઝડપાયો..

વારાહી ના શેરપુરા ખાતેથી અનઅધિકૃત પામોલીન તેલના 960 પાઉચ સાથે એક શખ્સ ઝડપાયો.. ~ #369News

સ્વચ્છ ભારત અભિયાન ના લીરે લીરા ઉડાવતુ પાટણ નું કુણધેર ગ્રામ પંચાયત..

ગામમાં આવેલ રામદેવપીર મંદિર માગૅ પર ખડકાયેલા ગંદકીના ઢગ...

પાટણના પનાગર વાડા પાસેના હઝરત બાલાપીર નો શદલ સરિફ ઉજવાયો..

પાટણ તા. ૨૬પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયો ના મહાન...