fbpx

પાટણ શહેર અને જીલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ શોધી કાઠતી પાટણ LCB અને સાઇબર ક્રાઈમ સેલ ટીમ.

Date:

પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના ગુના ડિટેઇન કરી મોબાઈલ કબજે લઈ અરજદારોને પરત કર્યા..

પાટણ તા.18
પાટણ શહેર સમગ્ર જિલ્લામાં છેલ્લા બે મહિનાની અંદર વિવિધ પોલીસ મથકો પર નોંધાયેલા મોબાઈલ ચોરીના બનાવો ને ઉકેલવા જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર પાટણ એલસીબી પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ ની ટીમે ચક્રો ગતિમાન બનાવતા પોલીસને સફળતા પ્રાપ્ત થાય છે ઉપરોક્ત ટીમ દ્વારા પાંચ મોબાઇલ ચોરીના ગુના ડિટેઇન કરી અંદાજિત 33 જેટલા મોબાઈલ જપ્ત કરી અરજદારોને પરત કરવા માં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત પાટણ શહેર અને જીલ્લા માં ચોરી અને ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તથા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા પાટણ જિલ્લા પોલીસવડા ની સુચના અંતર્ગત પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ સતત કાર્યશીલ રહી ટેકનીકલ એનાલીસીસ કરી પાંચ જેટલા ગુના ડિટેઇન કરી અરજદારોના મોબાઇલ નંગ-33 જેની આશરે કુલ કિ.રૂ.6,10,000/- ની રકમના શોધી કાઢી સફળતા હાંસલ કરી હોય જે ને જિલ્લા પોલીસ વડા એ સરાહનીય લેખાવી ચોરી અને ગુમ થયેલ મોબાઇલ ને અરજદારોને જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે બોલાવી પરત આપતા અરજદારોએ પોલીસની કામગીરી ને સરાહનીય લેખાવી હતી. પાટણ સીટી એ ડીવી.,બી ડીવી., રાધનપુર તથા સિધ્ધપુર પો.સ્ટે ખાતે મોબાઇલ ચોરીના કુલ-5 ગુન્હા દાખલ થયેલ હોઇ જે અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી કુલ-5 આરોપીઓ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા પકડી આગળની કાયદેસરની કાર્યવાહી પાટણ પોલીસ દ્વારા કરવામા આવેલ છે,

જે તમામ મોબાઇલ ફોન પોલીસ અધિક્ષક પાટણનાઓની આગેવાનીમાં કેમ્પ યોજી તમામ મંગળવારે અરજદારોને પરત સોંપવા માં આવેલ હતા. મોબાઇલ ચોરી મા પકડાયેલ આરોપીઓ માં

1 રઝાકખાન અમીર ખાન મલેક રહે જીવરાણી વાસ,વારાહી,તા.સાંતલપુર જી.પાટણ,

2 દશરથભાઇ જેઠાભાઇ પરમાર રહે.આંબેડકર નગર સોસાયટી,લાલપુર તા.સિધ્ધપુર જી પાટણ,

3 નાગેન્દ્રકુમાર ઉત્તમલાલ પ્રજાપતિ રહે.અશોકવાડી,શાહવાડાની બાજુમા,વેરાઇચકલા પાટણ,

4 આશીષ મંગાજી ઠાકોર રહે.વ્રજધામ-ર સોસાયટી,એકલવ્ય સ્કુલની બાજુમાં તા.જી.પાટણ મુળ રહે.શેરપુરા તા.જી.પાટણ

5 ચેનજીજી પોપટજી ઠાકોર રહે.લાખડપ,તા.સરસ્વતી જી.પાટણ હોવા નું પોલીસે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં વધારો થતાં ખેડૂતો હરખાયા…

પાટણ માર્કેટ યાર્ડમાં દૈનિક 20 થી 25 બોરીની થઈ...