fbpx

પાટણની ગાંધી સુંદરલાલ કન્યા શાળાના સ્થાપના દિવસ ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી..

Date:

મહાનુભાવો દ્રારા બાળકોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં..

પાટણ તા. 18 પાટણના વિજળકુવા વિસ્તારમાં આવેલ ગાંધી સુંદરલાલ કન્યા શાળાનો 41 મો શાળા સ્થાપના દિન વિવિધ કાર્યક્રમ ની ઉજવણી સાથે ઉજવવામા આવ્યો હતો. આ શાળાના સ્થાપના દિવસ ની ઉજવણી પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરમાભાઈ નાડોદા,સી.આર.સી કો-ઓર્ડીનેટર હેમાંગીબેન પટેલ, શ્રીમંત ફતેસિંહરાવ પુસ્તકાલય ના પ્રમુખ ડો. શૈલેષભાઈ સોમપુરા, જાણીતા સમાજસેવક નટુભાઈ દરજી, માનવા અધિકાર સહાયતા સંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સહિત ના મહાનુભાવો એ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કયૉ હતા.

આ પ્રસંગે 40 વર્ષ પહેલાં શાળાની સ્થાપના કરનાર શ્રી સુંદરલાલ હીરાલાલ ગાંધી અને જયાબેન સુંદરલાલ ગાંધીને ભાવપૂર્વક યાદ કરીને એમના ચરણોમાં વંદન કરી શાળામાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ રાજય સરકાર અને શાળા વિકાસમાં સહયોગી બનેલ તમામ દાતાઓ અને વાલીગણનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રાથમિક શિષ્યવૃતિ માં ઉત્તીર્ણ થનાર અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મળેલ પ્રમાણપત્રોનું મહેમાનોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના સ્થાપના દિવસ ની ઉજવણી ને સફળ બનાવવા શાળાના આચાર્ય ચંદ્રકાન્ત ઠકકર સહિત સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related