fbpx

પાટણ કલેકટર કચેરી ખાતે વિધાર્થી સંગઠનો દ્વારા પેપર ફૂટવાની ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો..

Date:

રદ્દ કરાયેલ જુનિયર કલાર્ક ની પરિક્ષા 30 દિવસની અંદર લેવા વિધાર્થી સંગઠનો એ માગ કરી..

વિધાર્થી સંગઠનના આક્રોશ ને ધ્યાનમાં રાખીને કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ..

પાટણ તા. 30
ગુજરાત રાજ્યમાં ગતરોજ ગૌણ સેવા પસંદગીની જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર ફૂટતા પરીક્ષા રદ કરવામાં આવી હતી જેને લઈને આખા રાજ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા સરકાર વિરોધ પ્રદર્શિત કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને શહેરોમાં ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે સોમવારના રોજ પાટણ ખાતે એન.એસ. યુ.આઈ સહિત વિદ્યાર્થી સંગઠનો દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિધાર્થી સંગઠનોની માંગણી હતી કે ૩૦ દિવસમાં રદ કરેલ પરીક્ષા યોજવામાં આવી અને સરકાર દ્વારા આ પરીક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે તેમજ સરકારી એસટી બસોમાં પરીક્ષા દરમિયાન તમામ પરીક્ષાર્થીઓને મફત માં પરીક્ષા સ્થળ ઉપર લાવવા લઈ જવામાં આવે અને પેપર ફોડનારા ગુનેગારો ને કડક સજા કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી. વિધાર્થી સંગઠનો દ્વારા આયોજિત આ આવેદન પત્રના કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ધટના ન બને તે માટે પાટણ કલેકટર કચેરી સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવાઇ હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

કેનરા બેંક અને રોટરી કલબ પાટણ સીટી દ્વારા નોરતા ગામે જરૂરિયાત મંદ પરિવાર ના બાળકો ને સ્વેટર વિતરણ કરાયું..

કેનરા બેંક અને રોટરી કલબ પાટણ સીટી દ્વારા નોરતા ગામે જરૂરિયાત મંદ પરિવાર ના બાળકો ને સ્વેટર વિતરણ કરાયું.. ~ #369News

વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ભગવાન નો મહાભિષેક કરાયો..

ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવાર દ્વારા અભિષેક સહિત ધાર્મિક...

સિધ્ધપુર ના ખોલવાડા ગામના તળાવમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી..

યુવાનની હત્યા કે આત્મ હત્યા ની અટકળો વચ્ચે પોલીસે...

પાટણ ત્રિમંદિર પરિવાર દર રવિવારે વિવિધ સેવા પ્રવૃત્તિ ઓ થકી જરૂરિયાત મંદોને મદદરૂપ બનશે..

શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતાં ભિક્ષુકોને ખમણ અને ઠંડી પાણીની બોટલ...