મુંબઈ થી રાજસ્થાન નવી ટ્રેન શરૂ કરાઈ : પાટણ સહિત કુલ 22 શહેર અને ત્રણ રાજયોને આ ટ્રેનનો લાભ મળશે…
પાટણ. તા. ૪
અમદાવાદ પશ્ચિમ સાંસદ ડો. કિરીટ સોલંકી ની રજુઆત ના પગલે રેલવે વિભાગ દ્વારા બાંદ્રા ટર્મિનસ થી બાડમેર હમસફર એક્સપ્રેસ નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે જેનો લાભ પાટણ સહિત 22 જેટલા શહેરો મળી કુલ 3 રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનને મળશે.
તા. 03 જાન્યુઆરી 2024 થી શરૂ થયેલ આ ટ્રેન સેવા નો ગુજરાતના મુસાફરો પણ વિશેષ લાભ લઈ શકશે.આ ટ્રેન મુંબઈ ના બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને રાજસ્થાનના બાડમેર સ્ટેશન સુધીની સફર કરશે. આ ટ્રેનનો વિશેષ લાભ ગુજરાતના વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર જં., વડોદરા જં.,આણંદ જં., નડિયાદ જં.,અમદાવાદ જં., મહેસાણા, પાટણ તેમજ ભીલડી શહેરોને મળશે જેથી આ રુટના પેસેન્જરો આ ટ્રેનનો લાભ મેળવી શકશે.
આ પેસેન્જર ટ્રેનનો સમય રાત્રે 23:55 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને છેલ્લા સ્ટેશન બાડમેર 17:55 વાગ્યે પહોંચશે. એમ આ ટ્રેન આખા રુટ દરમિયાન 994 કિમી જેટલું અંતર કાપશે તેવું સૂત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી